દિવાળી અને પરિક્રમા નજીક આવી છે ત્યારે ભાવિકોનો ઘસારો જોવા મળશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં મજેવડી દરવાજા થી ભવનાથ તળેટી સુધીનો પાંચ કિલો મીટરના માર્ગ પર હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ભૂગર્ભ ગટરની પાઇપ લાઈન નાખવાની કામગીરીથી રોડ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યાં છે અને ભૂગર્ભ ગટરનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાની રજુઆત ઊંચ કક્ષાએ પણ કરવામાં આવી છે.થોડા દિવસો બાદ દિવાળી અને પરિક્રમા નજીક આવી છે,એવા સમયે ભવનાથ તળેટીમાં લાખોની સંખ્યામાં પર્યટકો અને ભાવિકો આવે છે ત્યારે જો ભૂગર્ભ ગટરનું કામ વેહલી તકે પૂર્ણ નહિ થાય તો વાહન ચાલકો અને પરિક્રમામાં આવતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવાંનો વારો આવશે. ત્યારે વેહલી તકે રસ્તો રીપેર થાય તેવી માંગ ઉઠી છે.