ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાને પોલીસ ક્યાં સુધી છાવરતી રહેશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર સમા ભાયાણી ઉર્ફે જન્નત મીર નામની યુવતીએ કુખ્યાત ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સાથે આજથી થોડા મહિના પૂર્વે રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધાના કથિત આપઘાત પ્રકરણની પણ ચર્ચા શરૂ થઈ છે. કારણ કે, ઈમ્તિયાઝે જન્નત સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે, તેણે જ તોફાની રાધાને મારી નાખી હતી અને હવે એ જ રીતે તેને પણ મારી નાખશે!
હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની ધરપકડ કરી છે. ઈમ્તિયાઝ વિરુદ્ધ દારૂ પીને માર મારવાની અને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસ કસ્ટડીમાં જ ઈમ્તિયાઝે ખુલ્લેઆમ જન્નત સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને જણાવ્યું છે કે, જન્નતે જ તેને હનીટ્રેપમાં ફસાવી છે! અત્રે ખાસ નોંધનીય છે કે, મારામારી, ધમકી, હત્યાની કોશિશ, ફાયરિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા અને ગુજસીટોકનો ગુનો જેના પર દાખલ થયો છે એવા ઈમ્તિયાઝ વિરુદ્ધ પોલીસ કડક પગલાં ભરતા કેમ ખચકાઈ છે? ગઈકાલે ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં ઈમ્તિયાઝ એકદમ બિન્દાસ દેખાતો હતો જાણે તેને પોલીસનો કોઈ ભય જ નથી. પોલીસ અને કેમેરા સામે તેના સીનસપાટા જોઈ ભલભલાને આશ્ર્ચર્ય થઈ રહ્યું છે કે આખરે ઈમ્તિયાઝની આ નફટાઈ પાછળ કોઈનું પીઠબળ છે કે શું? જો ભૂતકાળમાં જ તેને કાયદાનો બરાબર પાઠ ભણાવવામાં આવ્યો હોત તો આજે કાયદો હાથમાં લેતાં પહેલા તે સો વાર વિચાર કરતો.
રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધાના કથિત આપઘાત સમયે મીડિયા સહિત સૌએ ઈમ્તિયાઝ ઉર્ફે લાલા પર હત્યારો હોવાનો શક વ્યક્ત કર્યો હતો. તેમ છતાં રાધિકા ધામેચાના કથિત આપઘાત કેસની ફાઈલ કોઈ જ ઊંડી તપાસ વિના ભેદી કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. હવે રાધિકા ધામેચાના કથિત આપઘાત પાછળ રહેલા ઈમ્તિયાઝના ત્રાસથી જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. અધૂરામાં પૂરું બંનેની વાતચીતમાં ખુદ ઈમ્તિયાઝ દ્વારા રાધિકા ધામેચાને પતાવી દીધાનું કહેવાઈ રહ્યું છે ત્યારે પોલીસ રાધિકા ધામેચાના કથિત આપઘાત કેસની ફાઈલ રિઓપન કેમ કરતી નથી. આ સિવાય અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર જેવા ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલાના જામીન રદ્દ કરી તેને કડક સજા મળે તેવી કાર્યવાહી પણ કેમ કરાતી નથી એ સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. ક્યાં સુધી પોલીસ ઈમ્તિયાઝ જેવા ગુંડા-મવાલીઓને છાવરતી રહેશે?
- Advertisement -
જન્નત મીર સાથેની વાતચીતમાં ખૂદ ઈમ્તિયાઝે કબૂલ કર્યું છે કે, તેણે જ રાધાની હત્યા કરી હતી…



