આ વર્ષની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ પ્રચંડ વિજય મેળવ્યો છે. આ દરમિયાન, ચાલો જોઈએ કે જીત પછી ચૂંટાયેલા નેતાઓએ કેટલા સમય પછી પદના શપથ લેવા જોઈએ અને સમગ્ર પ્રક્રિયા શું છે ?
શપથ ગ્રહણ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી
- Advertisement -
ભારતીય બંધારણમાં ચૂંટણી જીતેલા ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી અથવા વડા પ્રધાન માટે શપથ લેવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી નથી. સામાન્ય રીતે, ચૂંટણી પરિણામ જાહેર થયા પછી 3 થી 10 દિવસની અંદર શપથ ગ્રહણ સમારોહ યોજાઈ જાય છે.
પરંતુ આ સમયગાળો તદ્દન પરિસ્થિતિ પર નિર્ભર થાય છે
જેમ કે બહુમતી કેટલી સ્પષ્ટ છે ?
- Advertisement -
સરકાર બનાવવાનો દાવો કેટલો ઝડપથી રજૂ થાય છે ?
પક્ષની આંતરિક પ્રક્રિયા કેટલી જલ્દી પૂર્ણ થાય છે ?
પરિણામ જાહેર થવાથી શરૂ થાય છે આખી પ્રક્રિયા
ચૂંટણી પંચ જ્યારે અંતિમ પરિણામો જાહેર કરે છે, ત્યારે સમગ્ર પ્રશાસનિક અને રાજકીય પ્રક્રિયા આગળ વધે છે.
પરિણામોની ઔપચારિક જાહેરાત
મત ગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ વિજેતા ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરે છે. આ સમયે વિજેતા ઉમેદવારને “ચૂંટાયેલા ધારાસભ્ય” (MLA) અથવા “ચૂંટાયેલા સાંસદ” (MP) તરીકે માન્યતા મળે છે.
બહુમતી પક્ષનો દાવો
જે પક્ષ અથવા ગઠબંધનને બહુમતી હોય, તે રાજ્યપાલ (States) અથવા રાષ્ટ્રપતિ (Centre) ને મળી સરકાર બનાવવા માટે દાવો કરે છે. જો બહુમતી સ્પષ્ટ ન હોય તો સૌથી મોટી પાર્ટી અથવા સર્વાધિક સમર્થન ધરાવતા ગઠબંધન ને સરકાર બનાવવા આમંત્રિત કરી શકાય છે. આ દાવા સાથે ધારાસભ્યોના સમર્થન પત્રો પણ આપવામાં આવે છે, જેથી બહુમતીની ખાતરી થાય.
સરકાર બનાવવા માટે આમંત્રણ
બહુમતીની ખાતરી મળ્યા પછી રાજ્યપાલ મુખ્યમંત્રીપદ માટે પસંદ થયેલા નેતા ને આમંત્રિત કરે છે.
રાષ્ટ્રપતિ વડા પ્રધાન બનનારા નેતા ને આમંત્રિત કરે છે.
આ આમંત્રણ મળ્યા પછી જ સરકાર રચવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થાય છે.
પક્ષની આંતરિક બેઠકમાં નેતાની પસંદગી
શપથવિધિ પહેલા જીતેલા તમામ MLAs અથવા MPsની બેઠક થાય છે જેમાં તેઓ પોતાના વડા પ્રધાન/મુખ્યમંત્રીના નેતા ની પસંદગી કરે છે. પછી એ નેતા રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની પ્રાથમિક યાદી સોંપે છે.
મંત્રીમંડળની મર્યાદા
ભારતીય બંધારણ મુજબ, કોઈ પણ રાજ્ય/કન્દ્રમાં મંત્રીઓની સંખ્યા વિધાનસભા/લોકસભાના કુલ સભ્યોના 15% થી વધુ ન હોઈ શકે.
શપથ ગ્રહણ સમારોહ
આ આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી શપથવિધિનું આયોજન થાય છે.
મોટાભાગે રાજ્યમાં રાજભવન અથવા મોટા જાહેર સ્થળે, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ સમારોહ યોજાય છે.
આ દરમિયાન મુખ્યમંત્રી/વડા પ્રધાન શપથ લે છે, ત્યારબાદ મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરે છે અને પછી નવી સરકાર સત્તાવાર રીતે કામકાજ શરૂ કરે છે
ચૂંટણી જીત્યા પછી શપથ લેવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પરંતુ સામાન્ય રીતે આ પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થતી હોય છે. મુખ્ય બાબત એ છે કે, બહુમતી ધરાવતો પક્ષ ઝડપથી પોતાનો દાવો કરે અને રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ તેની પુષ્ટિ કરે. આ આખી પ્રક્રિયા પરિણામ જાહેર થવાથી લઈને શપથવિધિ સુધી ભારતના લોકતંત્રનો મહત્વનો અને પારદર્શક હિસ્સો છે.




