રામ નવમીના પાવન દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની આનંદમય ઉજવણી થાય છે. આ દિવસે વિશેષ પૂજા અને ભક્તિથી ભગવાન રામને પ્રસન્ન કરવામાં આવે છે.
ભગવાન શ્રી રામની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામને પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે. સત્યના પથ પર ચાલનારા રાજા અને મહાન યોદ્ધા તરીકે પૂજવામાં આવે છે. તેમના જીવનમાંથી શીખ મળી રહે છે કે કેવી રીતે ધર્મના માર્ગે રહીને જીવન જીવવું જોઈએ. તેમના સ્મરણથી માનસિક શાંતિ મળે છે અને ભક્તના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે. ખાસ કરીને રામ નવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
રામ નવમી ક્યારે છે?
2025માં રામ નવમી 6 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 5 એપ્રિલના સાંજે 7:26 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલના સાંજે 7:22 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ મુજબ રામ નવમી 6 એપ્રિલે રહેશે.
શુભ મુહૂર્ત અને યોગ
રામ નવમીના દિવસે શ્રી રામની પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:39 વાગ્યા સુધી રહેશે. આ સમયે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર અને સુકર્મ યોગનો સંગમ પણ રહેશે, જે શુભ કાર્યો માટે અનુકૂળ છે.
રામ નવમીની પૂજા વિધિ
રામ નવમીના દિવસે સવારમાં વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર કપડા પહેરવા જોઈએ. પછી ઘર કે મંદિરમાં કોઈ શાંત અને શુદ્ધ જગ્યાએ પૂજાનું સ્થાન તૈયાર કરીને ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવી. ભગવાનને ચંદન લગાવી, તેમના ચરણોમાં તાજા ફૂલો, અકલેલા ચોખા અને ધૂપ અર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મીઠાઈ અને ફળોનો ભોગ ધરાવવો. પૂજામાં શ્રી રામચરિતમાનસ, સુંદરકાંડ અથવા રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે સાથે ભગવાન શ્રી રામના મંત્રોનો જાપ કરવાથી મનમાં શાંતિ અને ભક્તિભાવ ઊભો થાય છે. અંતે ભગવાનની આરતી કરવી અને પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો તેની ક્ષમા યાચના કરવી
- Advertisement -
શક્તિશાળી મંત્રો અને મુક્તિ, ભક્તિ માટે મંત્ર
राम रामेति रामेति रमे रामे मनोरमे। सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।। नाम पाहरु दिवस निसि ध्यान तुम्हार कपाट। लोचन निजपद जंत्रित जाहि प्राण केहि बाट।।
શ્રી રામચંદ્ર કૃપાળુ આરતી
શ્રી રામની આરતી અને સ્તુતિમાં તુલસીદાસજીના સંવેદનશીલ શબ્દો ભગવાન રામના સૌંદર્ય અને દયાળુ સ્વરૂપનું વર્ણન કરે છે. “શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન…” જેવી આરતીઓ ગાઈને ભક્તિભાવ વ્યક્ત કરો.