બોગસ તબીબ ‘તુષાર’ને કાયદાનો કોઈ ડર નહીં હોવાનું જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે છેલ્લા ચારેક વર્ષથી ડિગ્રી વગર જ દર્દીઓની સારવારના નામે પ્રયોગ કરતા મૂળ બિહાર રાજ્યના બોગસ તબીબ તુષાર રાજપૂત ગ્રામીણ આશિક્ષિત દર્દીઓની જિંદગી સાથે છેડા કરતો હોવાનું સામે આવ્યું છે રન કાંઠા છેવાડાના એજાર ગામે રહેણાક અને ક્લિનિક ખોલી બેઠેલા બોગસ તબીબ તુષારે અગાઉ પણ એસ.ઓ.જી દ્વારા ડિગ્રી વગર સારવાર કરવા બદલ ગુન્હો નોંધી એલોપેથીક દવાઓનો જથ્થો ઝડપી લીધો હતો જ્યાં સુધી અમારી પાસે માહિતી છે ત્યાં સુધી આ બોગસ તબીબ તુષાર એક નહીં પરંતુ લગભગ બેથી ત્રણ વખત બોગસ તબીબ તરકે પોલીસના ઝપટે ચડ્યો હતો. પરંતુ હવે ગુન્હાહિત પ્રવૃતિ કરવાની જેમ ટેવ પડી હોય તેની માફક આજેય આ બોગસ તબીબ એજાર ગામે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો છે જ્યારે આ બોગસ તબીબ તુષાર છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના અશિક્ષિત પરિવારોના દર્દીઓ જેમાં યુવાનો વૃધ્ધો હોય કે બાળકો તમામની સારવાર કરી અનેકોના જીવ પર જોખમ ઊભું કરે છે અને વળી બોગસ તબીબ પોતે કાયદાથી ડરતો ન હોય તે પ્રકારે અનેક વખત પોલીસના ઝડપી ચડ્યો હોવા છતાં પણ ગુન્હાહિત પ્રવૃતિ ચાલુ રાખે છે જેથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ તુષાર બોગસ તબીબની સાથે વારંવાર ગુન્હાહિત પ્રવૃતિ કરતો અસામાજિક તત્વ પણ છે. છતાં હવે જિલ્લા એસ.ઓ.જી ટીમ બોગસ તબીબ પર ક્યારે કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું.