જન્મદિવસની ઉજવણી જ્યારે ખતરારૂપ થાય ત્યારે કેવું થાય તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક વિયેતનામની છોકરી ફુગ્ગા અને કેક સાથે ફોટો પડાવતી હતી તે વખતે ફુગ્ગો ફાટી જતાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.
ઇન્સ્ટાગ્રામ પર @thaimusiccover નામના આઈડી પરથી આ પોસ્ટ શેર કરવામાં આવી છે. હાઇડ્રોજનથી ભરેલા ફુગ્ગા જે સામાન્ય રીતે હવા કરતા હળવા હોવાથી ઉપયોગમાં લેવાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોઈ શકે છે અને ઘરની અંદર ઉપયોગ માટે અસુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ગરમી અથવા તણખાના સંપર્કમાં આવવાથી વિસ્ફોટ થવાનું જોખમ રહેલું છે. ત્યારે આ ઘટના બનતા હવે સેલિબ્રેશન માટે હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાના વપરાશ અંગે ચિંતા વ્યક્ત થઈ છે. આજકાલ દરેક જગ્યાએ કોઈપણ સેલિબ્રેશન હોય અવનવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. ક્યારેક ફુગ્ગા તો ક્યારેક એવી મીણબત્તી.
View this post on Instagram- Advertisement -
થોડા સમય પહેલા પણ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક પરિવાર કેક એન્જોય કરી રાઈ હતું એ વખતે કેન્ડલ પ્રગટાવતા જ તેમ બ્લાસ્ટ થતાં કેકના લીરેલીરા ઊડી ગયા હતા. ત્યારે આવી બીજી ઘટના સામે આવતા હવે નાના બાળકોના માં-પિતામાં ચિંતા વધી છે.