રૂપેણ બંદર પર સઘન ચેકિંગ અને ટ્રેકિંગ કરવા માંગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
યાત્રાધામ દ્વારકાનું મચ્છીમારી રૂપેણ બંદર આ બાંગ્લાદેશીઓનું શેલ્ટર (આશ્રિત) સ્થાન હોય તેમ અગાઉ કાંઈંક કેટલાય બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા જ છે. જે સરકારી તંત્રના રેકર્ડ પર નોંધાયેલા જ છે. ત્યારે નવા બનેલા ભારતીય ન્યાય સંહિતા અને જૂનાં આઈ.પી.સી. મા એક જોગવાઈ સમાવાય ન્યાય આધારિત આ દેશ માં કોઈપણ અજાણી વ્યક્તિની ઓળખ જાણવાનો અધિકાર તંત્ર ને આપવામાં આવેલ છે.
જ્યારે કોઈ સ્થાનીય વ્યક્તિ તેમને પોતાને ત્યા શેલ્ટર (આશ્રય) આપે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરવાની અને સ્થાનિક પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ દ્વારા આપવામા આવેલા પોતાની ઓળખ ના જે તે પોલીસ સ્ટેશન પર થી તેમની ઓળખ અને તેમના દ્વારા કરવામાં આવેલ કોઈપણ ગુન્હાની માહીતી મેળવાવા ફોર્મ બી મા માહીતી ભરી આ કાર્યવાહી કરવાની હોય છે. જે કાર્યવાહી આજ વર્ષો થી ક્યાંય થતી નથી જેને કારણે વિદેશીઓ ને દેશ મા ધુષ્ણખોરી કરી દેશ ના નાગરીક બનવાનું આસાન બની ગયેલા છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ના મચ્છીમારી બંદર રૂપેણ ના અગાઉ ના ઇતિહાસ ને અને મચ્છીમારી ના વ્યવસાય ના સ્વાંગ મા દેશદ્રોહી પ્રવૃત્તિના સૌરાષ્ટ્રના હબ બનેલા રૂપેણ બંદર પર હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સઘન ચેકિંગ અને ટ્રેકિંગ કરવાની માંગણી પ્રજામાં ઉઠવા પામી છે.