ગણેશ સ્થાપના બાદ ગણેશ વિસર્જનનો દોર શરૂ થયો છે. પરંતુ 10 દિવસના ગણેશ ઉત્સવના પર્વ બાદ 9 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિનુ વિસર્જન થાય છે.
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના થયાના 10 દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે. ભક્તો આવતા વર્ષે જલ્દી આવવાની ગુહાર સાથે ગણપતિ બાપ્પાને વિદાય કરે છે. તો કેટલાંક લોકો દસ દિવસ ઉપરાંત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને આઠ દિવસ માટે પણ ગણપતિ રાખે છે. જેને કારણે ગણપતિ સ્થાપનાના દોઢ દિવસ બાદથી શુભ મૂહુર્તમાં ગણપતિના વિસર્જનનો ક્રમ શરૂ થાય છે. આ વખતે 9 સપ્ટેમ્બરે શુક્રવારે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થશે.
- Advertisement -
ગણપતિની સાથે બિરાજે છે રિદ્ધી-સિદ્ધી
મહારાષ્ટ્રમાં ગણપતિની સાથે-સાથે ગૌરી એટલેકે રિદ્ધી-સિદ્ધી પણ બિરાજે છે. જેને ગૌરી ગણપતિ કહે છે. આ દરમ્યાન ઘરમાં વિશેષ સાજ-સજાવટ કરવામાં આવે છે અને ઘણા પ્રકારનો ભોગ ગૌરી ગણપતિને લગાવવામાં આવે છે.
- Advertisement -
ગણેશ વિસર્જનના સમયે આ વાતોનુ રાખો ધ્યાન
ગણપતિ વિસર્જન પહેલા ગણપતિની પૂજા કરીને એક નવી ચોકી પર બિરાજમાન કરો. પછી ગણપતિની પૂજા કરીને તેને ચંદન, કુમકુમ, અક્ષત, જળ, પાન, સોપારી, ધરો, પ્રસાદ વગેરે અર્પણ કરી તેમની આરતી કરો. દીવાબતી કરો. ત્યારબાદ ગણેશજી આગળ હાથ જોડીને પોતાની ભૂલ માટે ક્ષમા માંગો. આ સાથે જીવનમાં બધુ સારું કરવાનો આશીર્વાદ માંગો. ત્યારબાદ વાજતે-ગાજતે નાચતા વિસર્જન માટે લઇ જાઓ. આ દરમ્યાન ચામડાની કોઈ વસ્તુઓ ધારણ કરશો નહીં, કાળા કપડા પહેરશો નહીં. નશો ના કરશો. સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ગણપતિજીને વહેલા આવવાની પ્રાર્થના કરીને વિસર્જન કરો.