ખેડૂત નેતા અને ભાજપમાં જોડાવાની 7 વર્ષથી અફવા ઉડે તેવા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની ખાસ-ખબર સાથે વિશેષ મુલાકાત…
ખેડૂતોને તકલીફ પડે અને અર્ધી રાતે ઉભા રહે તેવા ખેડૂત નેતા હર્ષદભાઇ રીબડીયા છે. ખેડૂતની પીડામાં હંમેશા પોતાની પીડા અનુવભે. પાક વિમા, ટેકાનાં ભાવે જણસનાં મુદા, સેટલમેન્ટનાં ગામડાનો મુદો કે દિવસનાં વીજળીનો મુદે હોય હરહંમેશ હર્ષદભાઇ રીબડીયા લડતા રહ્યાં છે. ખેડૂતની લડતમાંથી નેતા બની બહાર આવ્યા અને ભાજપનો ગઢ ગણાતી વિસાવદર બેઠકમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યાં અને ભાજપ ગઢ કબજે કરી લીધો. આજે પણ સામાન્ય માણસ હોય કે ખેડૂતને સરળતાથી મળી રહી છે. ખેડૂતોને વચ્ચે રહી તેની સમસ્યા સાંભળી વિધાનસભામાં સવાલ ઉઠાવે છે. દિવસે વીજળી આપવાનો અને સેટલમેન્ટનાં ગામડાનો મુદાઓ વિધાનસભામાં ઉઠાવ્યા હતા અને સરકારે તે દિશામાં વિચાર કરવો પડ્યો હતો. આવા ખેડૂત નેતા અને વિસાવદર બેઠકનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ ખાસ ખબર સાથે હળવા મને ચર્ચા કરી….
- Advertisement -
ખેતીમાંથી સીધા રાજકારણમાં આવ્યાં, ખેડૂતોનાં પ્રશ્ર્ને હંમેશા આગળ રહે છે
હર્ષદભાઇ માધવજીભાઇ રીબડીયાનો જન્મ વિસાવદરમાં 23 ઓક્ટોબર 1970માં થયો.વિસાવદરમાં જ શિક્ષણ મળેવ્યું. એચ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો. બાદ પોતા ખેતીનાં વ્યવાસયમાં લાગી ગયાં. ખેતી દરમિયાન ખેડૂતોનાં પ્રશ્ર્નો,તેની પીડા જોઇ.લોકોને તકલીફ પડતી તો પોતે પણ પીડા અનુભવતા. ધીમી ધીમે ખેડૂતનાં મુદા ઉઠાવવા લાગ્યા. ખેડૂતોનાં આંદોલનમાં જોડાય અને અહીંથી રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ. 1995માં તાલુકા યુવક કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. બાદ જિલ્લાનાં યુવક કોંગ્રેસનાં ઉપપ્રમુખ બન્યાં. પ્રદેશ યુવકમાં જવાબદારી નિભાવી. પ્રદેશ કિસાન સેલનાં પ્રમુખ બન્યા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં. ઓલ ઇન્ડિયા કિસાન સેલમાં કોઓર્ડીનેટર તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. તેમજ વિધાનસભામાં ઉપદંડક પણ બન્યાં હતાં. હાલ વિસાવદર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય છે. વિસ્તૃત
ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે : આમ આદમી પાર્ટી ગામડામાં નુકસાન નહીં કરી શકે
- Advertisement -
રાજકારણમાં મતદારોને જ પોતાનાં રાજકીય ગુરૂ માનતા હર્ષદ રીબડીયા
વિસાવદર બેઠક ભાજપનો ગઢ ગણાતો. અહીંથી ચૂંટાઇ કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યાં હતાં. ભાજપનાં પ્રદેશ નેતા કનુભાઇ ભાલાળા પણ અહીંથી ચૂંટણી લડતા હતાં. હર્ષદભાઇ રીબડીયા ખેતી કરતા અને ખેડૂતનાં પ્રશ્ર્નો ઉઠાવતા રહેતા. વર્ષ 2007માં પ્રથમ વખત ચૂંટણી લડ્યાં. ભાજપનાં ગઢમાં 4 હજાર જેવા મતથી હાર થઇ. હાર બાદ હાર ન માની અને આગામી ચૂંટણીની તૈયારીઓ કરવા લાગ્યાં. સતત ખેડૂતોની વચ્ચે રહ્યાં.આ દરયિમાન કેશુભાઇ પટેલે રાજીનામુ આપી દેતા 2014માં વિસાવદરમાં પેટાચૂંટણી જાહેર થઇ. કેશુભાઇ પટેલનાં પુત્ર ભરતભાઇ પટેલ સામે હર્ષદભાઇ રીબડીયા ઉભા રહ્યાં. સાથે લોકસભાની પણ ચૂંટણી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક ભાજપે જીતી હતી. પરંતુ ભાજપનો ગઢ ગણાતી વિસાવદર બેઠક ઉપર હર્ષદભાઇ રીબડીયાનો વિજય થયો હતો. બાદ 2017ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખની પણ આ બેઠક ઉપરથી હાર થઇ. ભાજપનો ગઢ ગણાતી બેઠક ઉપર હર્ષદભાઇ રીબડીયાએ કબજો કરી લીધો છે. હવે ભાજપની નજર હર્ષદભાઇ રીબડીયા ઉપર છે. હાલ પણ હર્ષદભાઇ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે.
ગુજરાતમાં કોંગી ધારાસભ્યો ભાજપમાં જવાની ચર્ચા ચાલે ત્યારે આપનું નામ તેમાં હોય જ છે આ અંગે શું કહેશો ?તેના જવાબમાં હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી હું આ વાત સાંભળી રહ્યો છું. ગુજરાતમાં કોઇ પણ ચૂંટણી આવે એટલે મારુ નામ ભાજપ સાથે જોડી દેવામાં આવે છે. મે પહેલા પણ કહ્યું છે અને આજ પણ કહી કે, હું ભાજપમાં જવાનો નથી. દરે વખતે આવી વાતો થયા છે અને અફવાઓ ફેલાવવામાં આવે છે. ભાજપમાં જવું હોય તો ડંકાની ચોટ ઉપર જઇ. વિસાવદર ભાજપનો ગઢ હતો. ગુજરાતનાં સીએમ અહીંથીં ચૂંટણી લડતા. 2014માં ભરતભાઇ પટેલની હાર થઇ. કોઇ કલ્પના પણ કરી શકે નહી. ત્યારે સ્વાભાવીક છે કે ભાજપ મને પોતાનાં પક્ષમાં લેવાની ચર્ચા કરે. ચર્ચા કરતા પણ બજારમાં અફવા વધુ ચાલે છે. વિસાવદર બેઠક ઉપર પક્કડ મજબુત કરવા અંગે કહ્યું કે, આ વિસ્તારમાં કોઇ ખાસ ઉદ્યોગ નથી. ખેતી આધારીત વિસ્તાર છે. એટલે ખેડૂતનાં મુદાઓ હંમેશા રહે છે. ખેડૂતો માટે લડત ચલાવી છે. પાક વીમો, દિવસે વીજળી આપવાનો મુદો હોય કે પછી સેટલમેન્ટનાં ગામડાનો મુદો હોય વિધાનસભામાં ચર્ચા કરી છે.
આજે દિવસે વીજળી મળે છે અને સેટલમેન્ટનાં ગામડાને લઇ સરકાર કામ કરવા લાગી છે. તેમજ ટેકાનાં ભાવે મગફળીમાં ભ્રષ્ટાચારનો મુદો પણ ઉઠાવ્યો હતો. માનવભક્ષી દીપડાનાં મુદે પણ ખેડૂતનો અવાજ બન્યો હતો. ખેડૂતોને હંમેશા મળતો રહું છું. એટલે લોકોને વિશ્ર્વાસ છે. તમારા રાજકીય માર્ગદર્શક કે ગુરૂ કોણ ?. આ અંગે હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, મતદાર જ મારા રાજકીય ગુરૂ છે. ખેડૂતો સાથે સતત બેસવાથી અને તેની વચ્ચે રહેવાથી અનેક મુદાઓ મળે છે. તેનો અવાજ વિધાનસભામાં બનીએ છીએ. ત્યારે ખેડૂતો અને મતદાર જ રાજકીય માર્ગદર્શક અને રાજકીય ગુરૂ છે. ભાજપને કોનાથી ડર છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ? આ અંગે હર્ષદભાઇએ કહ્યું હતું કે, ભાજપને કોંગ્રેસથી ડર છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને કોઇ જ નુકસાન થવાનું નથી. ગામડામાં આમ આદમી પાર્ટી નુકસાન કરી શકશે નહી.
ભગવાનને પ્રાર્થના કરું છું કે કયારેય અહંકાર ન આવે
હર્ષદભાઇ રીબડીયાએ કહ્યું હતું કે, લોકોની સતત સેવા કરવી છે. લોકોની વચ્ચે રહેવું છે. લોકોને હંમેશા મળી રહું અને લોકાનાં પ્રશ્ર્નો માટે લડતા રહેવું છે. ઇશ્ર્વરમાં મોટી શ્રધ્ધા છે. ભગવાન ઉપર વિશ્ર્વાસ રાખું છું. ભગવાનને કાયમી પ્રર્થાના કરું છું કે, જીવનમાં અહંમ ન આવે. જીવનમાં સિદ્ધાંત છે કે, સારી રીતે રહવું. અન્યાયનો હંમેશા વિરોધ કરવો. કોઇને અન્યા ન કરવો. શોખમાં વાંચન અને ક્રિકેટનો શોખ છે. ધાર્મીક પુસ્તકો વાંચવા ગમે છે. પશુ અને ખેતીમાં નવી શોધ અંગે જાણકારી મળવવી ગમે છે. ફરવા જવાનાં સ્થળોમાં ધાર્મીક સ્થળો વધુ પસંદ કરું છું. પરિવારને પ્રાથમિકતા અને પુરતો સમય આપુ છું.
બે થી અઢી વર્ષમાં 200 કરોડનાં વિકાસનાં કામો કર્યા
હર્ષદભાઇ રીબડીયાએ દાવો કરતા કહ્યું હતું કે,મારા મત વિસ્તારમાં છેલ્લા બેથી અઢી વર્ષમાં 200 કરોડનાં કામ કર્યાં છે. જેમાં રસ્તા,નવા પુલ, નવા રસ્તા સહિતનાં કામ આવી જાય છે. આ ઉપરાંત વિસાવદર,ભેંસાણ અને બીલખામાં દોઢ કરોડનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવ્યાં છે. વિકાસનાં કામને લોકો યાદ રાખે છે.
હું નહી મતદારો તૈયારી કરી રહ્યાં છે : હર્ષદભાઇ
આગામી ચૂંટણીની તૈયારી અંગે કહ્યું હતું કે, ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. મારા મત વિસ્તારમાં મતદારો તૈયારી કરી રહ્યાં છે. મને મતદારો ઉપર પુરો વિશ્ર્વાસ છે.