વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી ખાસ મુહિમમાં વ્યાજંકવાદથી પીડિત પટેલ પરિવારને ન્યાય મળે એ જરૂ રી
રાજકોટમાં વ્યાજખોરીનાં ઈતિહાસનો એક એવો કિસ્સો જેમાં 3 કરોડ વ્યાજે લીધા અને બદલામાં 5 કરોડ રોકડા સહિત 50 કરોડની જમીન ગુમાવવી પડી
- Advertisement -
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવાનું જણાવ્યું છે. રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. પોલીસ વિભાગ દ્વારા રાજકોટમાં પણ વ્યાજખોરોથી પીડિતો માટે લોક દરબાર યોજાનાર છે. હાલ નિર્દોષ લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી તેમને વ્યાજના વિષચક્રમાં ફસાવનારા વ્યાજખોરોને પોલીસ પકડી કાયદાનો પાઠ ભણાવી રહી છે એ સમયે રાજકોટના ગીતાબેન શૈલેષભાઈ પટેલ અને તેમના પરિવારને 3.35.00.000 રૂપિયા વ્યાજે આપી બદલામાં 5.10.00.000 રૂપિયા રોકડા અને આશરે 50 કરોડની જમીન પોતાના નામે લખાવી લેનારા જીતેન્દ્ર આરદેશણા, તેના પરિવારજનો તેમજ ધીરુ કુંગશીયાને પોલીસે તાત્કાલિક પકડી કાયદાનો પાઠ ભણાવવો અત્યંત જરૂરી બની જાય છે. અનુસંધાન પાના નં. 2 પર
પટેલ પરિવાર પાસેથી કરોડોનું વ્યાજ પડાવી અને મિલકત લખાવી લેનારા વ્યાજ માફિયાઓના નામ
જીતેન્દ્ર આરદેશણા
અરુણા આરદેશણા
અર્જુન આરદેશણા
બ્રિદા આરદેશણા
બીના આરદેશણા
કિશોર આરદેશણા
મનસુખ કલોલા
એલ્વીન કલોલા
પ્રવીણચંદ્ર કોઠારી
તુલસી પાડલિયા
જયંતિલાલ પટેલ
માંડણ કુંગશીયા
ધીરુ કુંગશીયા
મુકેશ વૈષ્ણવ
રામજી વૈષ્ણવ
- Advertisement -
જીતેન્દ્ર આરદેશણાએ વ્યાજે પૈસા આપવાના બદલામાં જમીનો લખાવી લીધી, વ્યાજ અને પૈસા લઈ લીધા બાદ જમીન પરત લખી ન આપી
ગીતાબેન શૈલેષભાઈ પટેલે ન્યાય મળશે એવી આશાથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
રાજકોટમાં વ્યાજંકવાદના ઈતિહાસમાં કદાચ આ સૌથી મોટો અને એકમાત્ર એવો કિસ્સો છે જેમાં વ્યાજે નાણાં લેનારે આશરે 3 કરોડ રૂપિયાના બદલામાં 5 કરોડ જેટલા રોકડા રૂપિયા ચૂકવ્યા અને આશરે 50 કરોડ રૂપિયાની જમીન લખી દીધા બાદ પણ વ્યાજખોરો દ્વારા હજુ વધુ રકમ અને જમીન પડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. વ્યાજખોરોથી પીડિત ગીતાબેન શૈલેષભાઈ પટેલે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ગોંડલ તાલુકાના મોવિયા ગામે, રૂપાવટી ગુંદાળા ગામે, બિલિયાળા ગામે, જેતપુર તાલુકાના રબારીકા ગામે, લોધિકા તાલુકાના ચિભડા ગામે, પીપળિયા પાળ ગામે આવેલી વિવિધ ખેતી-બિનખેતીની કરોડો રૂપિયાની જમીન જીતેન્દ્ર આરદેશણા સહિતનાઓએ પોતાના અને તેમના મળતીયાવના નામે લખાવી લીધી છે. જીતેન્દ્ર આરદેશણાએ પૈસા વ્યાજે આપવાના બદલામાં આ તમામ જમીન પોતાના જાણીતાઓના નામે કરાવી લીધી હતી, જેના બદલામાં તેણે ગીતાબેન શૈલેષભાઈ પટેલને વ્યાજે પૈસા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્ર આરદેશણાએ વ્યાજે આપેલા પૈસાની મૂળ કિંમત અને તેની પર તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું. હજુ વધુ પૈસા પડાવવાની અને જમીન પચાવી પાડવાની લાલચમાં તેણે કરોડો રૂપિયાની ખેતી-બિનખેતીની જમીનના દસ્તાવેજ ગીતાબેન શૈલેષભાઈ પટેલને પરત લખી આપ્યા નથી. મૂળ રકમ અને વ્યાજ વસૂલ્યા બાદ જીતેન્દ્ર આરદેશણાએ ગીતાબેન શૈલેષભાઈ પટેલને તેમની જમીનો પરત લખી આપવી જોઈએ. આમ, ગીતાબેન શૈલેષભાઈ પટેલને જીતેન્દ્ર આરદેસણાએ વ્યાજે પૈસા આપવાના મામલે પૈસા, વ્યાજ અને જમીન ત્રણેય લઈ લીધા બાદ હવે પીડિતને રાજકોટ પોલીસ ક્યાં પ્રકારે ન્યાય અપાવશે એ જોવું રહ્યું.
5 કરોડ રોકડા અને 50 કરોડની જમીન લઈ લીધા પછી પણ જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાનો પટેલ પરિવાર પર ત્રાસ યથાવત
ગીતાબેન શૈલેષભાઈ પટેલ અને તેમના પરિવારને 3 કરોડ વ્યાજ પર આપી બદલામાં મૂળ કિંમત સહિત 5 કરોડ રોકડા વસૂલી તેમજ બદલામાં 50 કરોડ રૂપિયાની જમીન લઈ લીધા પછી પણ જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા ધરાયા નથી. હજુ પણ તેમના દ્વારા પટેલ પરિવાર પર ત્રાસ ગુજારવાનું ચાલું છે. જીતેન્દ્ર અને ધીરુ તેમની પાસે વ્યાજે લેનારા ગીતાબેન અને શૈલેષભાઈને ફોન પર ધાક-ધમકીઓ આપે છે. અનૈતિક માંગણીઓ કરે છે એટલું જ નહીં, તેઓને આર્થિક રીતે બરબાદ કરી નાખ્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ પટેલ પરિવાર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાના અજગર ભરડામાંથી છોડાવવા પોલીસ વિભાગના શરણે ગયું છે.
વ્યાજખોરોએ પટેલ પરિવાર પાસેથી ક્યાં-કેટલી જમીન લખાવી લીધી?
ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 896-1 પૈકી 1ની એકર 2-00 ગુઠા
ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે ખેતીની જમીન જૂના રેવન્યુ સર્વે નં. 27 પૈકી 8 એકર 2-00 ગુઠા
જેતપુર તાલુકાના રબારીકા ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 338 પૈકી 1 પૈકી 6ની એકર 4-00 ગુઠા
લોધીકા તાલુકાના ચિભડા ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 407ની એકર 3-00 ગુઠા
લોધીકા તાલુકાના પીપળિયા પાળ ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 75ની એકર 4-00 પૈકી જમીન એકર 2-00
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 170 પૈકી હે.ચો.મી. 8-15-44
લોધીકા તાલુકાના ચિભડા ગામે ખેતીની જમીન જૂના રેવન્યુ સર્વે નં. 1034 એકર 5-00
લોધીકા તાલુકાના પીપળિયા પાળ ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 75ની એકર 4-00 પૈકીની એકર 2-00
ગોંડલ તાલુકાના રૂપાવટી ગુંદાળા ગામે ખેતીની જમીન રેવન્યુ સર્વે નં. 1 હે.આર.ચો. મી.1-07-24
ગોંડલ ગામે આવેલી બિનખેતી કુલ 4 પ્લોટ