મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવને સમર્પિત છે. જો તમે જીવનમાં તમામ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માગતા હોય અને રોગમુક્ત થવા ઈચ્છતા હોય તો ભગવાન શિવના સૌથી પ્રિય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ 108 વખત દરરોજ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
એવું માનવામાં આવે ચએ કે આ મોક્ષ મંત્ર છે અને તેનો ઉલ્લેખ ઋગ્વેદથી લઈ યજુર્વેદ સુધી મળે છે. આ ઉપરાંત શિવપુરાણમાં પણ તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં ક્યારે અને કેટલી વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી લાભ થઈ શકે છે. ચાલો આ અંગે જ્યોતિષાચાર્ય પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી વિગતવાર માહિતી મેળવીએ.
- Advertisement -
મહામૃત્યુંજય મંત્રનો જાપ ક્યારે કરવો જોઈએ?
મહામૃત્યુંજય મંત્રનો જાપ કોઈ પણ સમયે કરી શકાય છે, જોકે આ માટે કેટલોક સમય પણ નક્કી હોય છે, જેમાં કરવાથી વ્યક્તિને લાભ થઈ શકે છે. આ સાથએ જ શુભ ફળોની પણ પ્રાપ્તિ થઈ શકે છે.
તમે બ્રહ્યા મુહૂર્ત અને સંધ્યાના સમયમાં સિદ્ધિ પ્રાપ્તિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો. તેનાથી વ્યક્તિને શુભ પરિણામ મળી શકે છે.
મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 108 એક પવિત્ર સંખ્યા માનવામાં આવે છે, અને કહેવાય છે કે આ સંખ્યામાં મંત્રનો જાપ કરવાથી તમે શુભ ફળ મેળવી શકો છો.
જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે 27 વાર મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો 27 વાર જાપ કરવાથી વ્યક્તિ ગ્રહ દોષોમાંથી મુક્તિ મેળવી શકે છે.
આ મંત્રનો 11 વાર જાપ કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધી શકે છે.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના નિયમ કયાં છે?
- Advertisement -
મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થળને સ્વચ્છ અને પવિત્ર રાખો. મંત્રનો જાપ કરતી વખતે મનને શાંત અને એકાગ્ર રાખો.
મંત્રોના જાપ માટે રુદ્રાક્ષ અથવા મોતીની માળાનો ઉપયોગ કરો.
ગાયત્રી મુદ્રામાં બેસીને જપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તમે તમારી અનુકૂળતા મુજબ મહામૃત્યુંજય મંત્રનો 27, 54 અથવા 11 વાર પણ જાપ કરી શકો છો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે.