બીલખામાં લવ જેહાદને લઇ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા SPને રજૂઆત
10 વર્ષથી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી પોતાનાં ઘરમાં રાખી હતી: બીજી યુવતીને ભગાડી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીકનાં બીલખામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.ગામનો વિધર્મી શખ્સ હિન્દુ યુવતીને ભગાડી ગયો છે. જોકે આ શખ્સે 10 વર્ષ પહેલા એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. આ યુવતી ઘરમાં હોય અન્ય યુવતીને ભગાડી જતા બીખલામાં રોષ ફેલાયો છે અને ગામ સજજડ બંધ રાખ્યું હતું. આ ઉપરાંત લવ જેદાજને લઇ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળે એસપીને રજુઆત કરી દાખલારૂપ પગલાં લેવા માંગ કરી હતી.
જૂનાગઢ નજીકનાં બીલખા ગામની હિન્દુ યુવતીને ગામનો એક વિધર્મી શખ્સ ભાગડી ગયો છે. જેના પગલે આજે સવારથી ગામ રોષ પૂર્ણ બંધ રહ્યું હતું. તેમજ સમસ્ત ગામ, હિન્દુ સમાજ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતનાં લોકો જૂનાગઢ એસપી કચેરીએ એકત્ર થયા હતાં અને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, તા. 22 જૂનનાં સવારે બીલખાનો શરાફત હસન કાદરી નામનો શખ્સ હિન્દુ યુવતીને ભોળવી ભગાડી ગયો છે. શંકાનાં આધારે બીલખા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બનાવને 48 કલાક થયા છતાં હજુ સુધી કોઇ જાણ મળી નથી. આ શખ્સનાં ઘરમાં એક હિન્દુ યુવતી છેલ્લા 10 વર્ષથી લગ્ન કરીને રહે છે. તેમ છતા અન્ય યુવતીને ભગાડી ગયો છે. આ શખ્સ દ્વારા હિન્દુ દીકરીઓને ફોસલાવી અને તેની જીંદગી સાથે રમત રમતો હોય તેવી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. આ શખ્સને પકડી કાયદાનું ભાન કરાવવા અને ભવિષ્યમાં આવું ન કરે તે માટે દાખલો બેસાડવો જોઇએ.
બીલખામાં અવાર નવાર લવ જેહાદનાં પ્રશ્ર્નો બને છે. આવા કિસ્સાઓથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચે છે. તેમજ લઘુમતી બહુમત વિસ્તારમાં હિન્દુ યુવતીઓની સલામતીની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. તેમજ વારંવાર આવી ઘટના બનતી હોય હિન્દુ સમાજમાં આક્રોશ છે. તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા યુવતીને પાછી લાવવાની માંગ છે. તેમજ બીલખામાં લવ જેહાદનાં કિસ્સાને ધ્યાનમાં રાખી દાખલારૂપ પગલા લેવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ તકે વિહીપનાં જિલ્લા અધ્યક્ષ હરેશભાઇ સાવલિયા, સુર્યકાન્તભાઇ નિમાવત સહિતનાં હાજર રહ્યાં હતાં.
- Advertisement -
વારંવાર બનતી ઘટના અંગે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ : દાખલારૂપ પગલાં લઈ યુવતીને પાછી લાવવા માંગ
રાજ્ય મંત્રી પંચાલને પણ રજૂઆત કરાઈ
બીલખામાં વિધર્મી શખ્સ હિન્દુ યુવતીને ભગાડી ગયો છે. જેના પગલે ગામમાં રોષ ફેલાયો છે. ત્યારે આા ઘટનાને લઇ રાજયનાં મંત્રી જગદીશભાઇ પંચાલને પણ રજુઆત કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.