ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડમાં હોળી-ધુળેટીના એક મહિના પૂર્વેથી જ ઘઉં સહિતની જણસીઓની આવકો શ થઇ ગઇ છે, દરમિયાન આજે તો ઘઉંમાં સિઝનની સૌથી વધુ ર5,000 ગુણી ઘઉંની આવક થઇ હતી જેની સામે પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .400થી 700 સુધી રહ્યો હતો. નવી આવકો શ થતાં ચેરમેન જયેશભાઇ બોઘરાએ સાઇટ વિઝીટ કરી ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે જરી વ્યવસ્થા કરાવી હતી. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ધુળેટી પછી ઘઉંની પુષ્કળ આવક શ થતી હોય છે પરંતુ આ વર્ષે હોળી તા.25 માર્ચના છે અને યાર્ડમાં ઘઉંની આવક તા.25 ફેબ્રુઆરી પહેલાથી શ થઇ ગઇ છે, દરમિયાન આજે તો 25,000 ગુણીની આવક થઇ હતી. નવા ઘઉંમાં પ્રતિ 20 કિલોનો ભાવ .400થી 700 સુધીના છે. વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ અગાઉના વર્ષેાની જેમ શહેરી ગ્રાહકો પણ હવે ઘઉંની બારમાસી ખરીદી એક સાથે કરતા થયા છે, સામાન્ય રીતે શહેરમાંથી જ ઘઉં ખરીદી લેતા ગ્રાહકો હવે યાર્ડ સુધી આવી ઘઉં ખરીદે છે. સૂત્રોએ ઉમેયુ હતું કે નવા ઘઉં ઉપરાંત ચણા અને ધાણા- જીની પણ પુષ્કળ આવક થઇ રહી છે અને આગામી દિવસોમા હજુ ઉત્તરોત્તર આવક વધશે.
ઘઉંની સીઝન મહિનો વહેલી શરૂ: રાજકોટ યાર્ડમાં પુષ્કળ આવક
