આઈટી નિયમ 2021 હેઠળ કંપનીએ તેનો માસિક રિપોર્ટ જાહેર કરવાનો છે. આ રિપોર્ટમાં જણાવવાનુ થશે કે કંપની પાસે કેટલી ફરિયાદો આવી છે અને તેમાંથી કેટલા પર પગલા લેવામાં આવ્યાં છે.
22 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ
- Advertisement -
વોટ્સએપે 22 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ રિપોર્ટ કંપની તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આ ડેટા 1 જૂનથી લઇને 30 જૂન સુધીનો છે. જો ગયા મહિનાના આંકડા પર ધ્યાન આપવામાં આવે તો કંપનીએ મે મહિનામાં 19 લાખ એકાઉન્ટ્સને, એપ્રિલ મહિનામાં 16 લાખ એકાઉન્ટ્સને અને માર્ચમાં સરેરાશ 18.05 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આખરે કેમ મુકવામાં આવ્યો આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
આઈટી નિયમ 2021 હેઠળ કંપનીએ તેનો માસિક રિપોર્ટ જાહેર કરવાનો છે. આ રિપોર્ટમાં જણાવવાનુ થશે કે કંપની પાસે કેટલી ફરિયાદો આવી છે અને તેમાંથી કેટલા પર પગલા લેવામાં આવ્યાં છે. કંપનીના પ્રવક્તાનુ કહેવુ છે, વોટ્સએપ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસનો દુરૂપયોગ રોકવા માટે આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. યુઝર્સે પોતાના પ્લેટફોર્મ પર સિક્યોર રાખવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને અન્ય આધુનિક ટેકનિક, ડેટા સાયન્ટિસ્ટમાં કંપનીએ સતત રોકાણ કર્યુ છે. પોતાના માસિક રિપોર્ટમાં કંપનીએ કહ્યું છે કે વોટ્સએપની પાસે 426 અપીલ આવી હતી અને તેમાંથી 64 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
આ કારણથી થઈ શકે છે પ્રતિબંધ
-વોટ્સએપનુ કહેવુ છે કે યુઝર્સે એવા લોકોને મેસેજ ના કરવા જોઈએ, જે તેમને મેસેજ ના કરવાની ચેતવણી આપે છે. -જો કોઈ વ્યક્તિ ચેતવણી બાદ પણ આવુ ચાલુ રાખે છે તો કંપની તેના પર પ્રતિબંધ લગાવી દેશે.
-જો તમે વોટ્સએપનો ઉપયોગ કરી બલ્ક મેસેજ, ઓટોમેટેડ મેસેજ અથવા ઑટો ડાયલ કરો છો આ તમને પ્રતિબંધિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ મશીન લર્નિગ ટેકનોલોજી અને યુઝર્સનો રિપોર્ટ બંનેનો ઉપયોગ આ એકાઉન્ટસની જાણકારી મેળવવા અને પ્રતિબંધ કરવા માટે કરે છે, જે અનિચ્છનીય ઑટોમેટેડ મેસેજ મોકલે છે.
-કોઈની સહમતિ વગર તેનો નંબર શેર કરવો અથવા ડેટાનો ઉપયોગ કરવો તે પણ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. કોઈ પણ વ્યક્તિને તેની પરવાનગી વગર ગ્રુપમાં ના જોડવો જોઈએ.