જૂનાગઢ જિલ્લાના ગત વર્ષની યોજનાના લેખાજોખા
મનપા, રેલવે, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરી કેવી રહી
- Advertisement -
પ્રજાની આશા અપેક્ષામાં નેતાઓ અને તંત્ર કેટલા અંશે સફળ અસફળ રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ શહેર ઐતિહાસિક નગરીની સાથે ધર્મની નગરી તરીકેની ઓળખ દેશ – દુનીયામાં જેનું નામ છે.ત્યારે વર્ષ 2024ના વીતેલા વર્ષમાં મહાનગર પાલિકા, વહીવટી તંત્ર, રાજકીય નેતાઓ તેમજ પોલીસ અને વેન વિભાગની કેવી રહી કામગીરીના લેખાજોખા ખાસ ખબર દ્વારા રજુ કરવામાં આવ્યા છે.જયારે વીતેલા વર્ષમાં શહેર અને જિલ્લાના નાગરીકોને આશા અપેક્ષા મુજબ શું મળ્યું અને શું ન મળ્યું તેના પર એક નજર કરીયે.
હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સમયે જાહેરમંચ પરથી કહ્યું હતું કે, ગુજરાતના બે જિલ્લાઓ છે.જેને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ કરવાની ઉત્તમ તક છે જેમાં જૂનાગઢ અને કચ્છનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાએ સમયે તેમના ડ્રિમ પ્રોજેક્ટ તરીકે ગીરનાર રોપ-વે નું સપનું સાકાર કર્યું ત્યાર બાદ નેતાઓએ અને તંત્ર દ્વારા શું નવી ભેટ આપી તેની વાત કરવી જરૂરી છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટાયેલ પૂર્વ પ્રતિનિધિઓની વિકાસ વાટિકા
ગત 2024માં મનપામાં ચૂંટાયેલ પૂર્વ પ્રતિનિધિઓની અઢી વર્ષની ટર્મ પુરી થતા વિકાસ વાટિકા રજૂ કરી હતી જેમાં કરેલા કામ અને આવનાર દિવસોમાં કેવી કામગીરી થશે તેના લેખાજોખા રજુ કર્યા હતા જેમાં જોઈએતો કળવા સહીતના વોકળા સફાઈ સાથે ડિશિલ્ટીંગ તથા પોહળાઈ વધારવાની વાત સાથે શહેરના અમુક વિસ્તારમાં પાણી ન ઘુસી જાય તેવું આયોજન કર્યું હતું પણ હાલ જે રીતે કામગીરી થવી જોઈએ તે થઇ નથી બીજી તરફ વોંકળાના દબાણો દૂર થાય તેનો અવાજ ગાંધીનગર સુધી પોહ્ચ્યો હતો પણ તેમાં પણ તંત્ર નાકામ રહ્યું હતું અને નાના નાના દબાણો દૂર કરીને સબ સલામતના દાવા થઇ રહ્યા છે.બીજી તરફ જોઈએ તો પી.એમ.ઈ બસ યોજના અંતર્ગત 25 ઈ બસ શહેરના માર્ગો પર દોડતી કરવાનો પ્રોજેક્ટ બતાવ્યો હતો જેમાં ચાર્જિંગ સહીતની જગ્યા નક્કી કરવામાં આવેલ તેમજ આ ઈ – બસથી શહેરનું ટ્રાફિક ભારણ ઘટશે અને વાયુ પ્રદુષણ ઓછું થશે તે યોજના હાલ સુધી થયો શરુ નથી થઇ પણ આવતા દિવસોમાં શરુ થશે કે કેમ તે પણ એક સવાલ છે.એજ રીતે હેરિટેજ સાઈટને ડેવલોપ કરવાની યોજનામાં જે રીતે મજેવડી ગેટમાં પુરાતન સિક્કાનું એક મ્યુઝિયમ બન્યું હતું તેને પણ હાલ તાળા લાગી ગયા છે.બીજુ એ કે ઉપરકોટ કિલ્લાને રિનોવેટ કરીને ચાર ચાંદ લગાવવામાં રાજ્યના પ્રવાસન વિભાગનો સિંહ ફાળો રહ્યો છે પણ હાલ જે રીતે પાર્કિંગ સમસ્યા ઉદભવી છે તેમાં પણ તંત્ર કઈ કરી શક્ય નથી અને કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓ પાર્કિંગ ન હોવાને લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે રીતે શહેરીજનોને વિકાસ વાટિકા રજુ કરીને પ્રસ્થાપિત કરવામાં આવી છે.તેમાં હજુ અનેક કામો પ્રગતિમાં છે અથવાતો કયાંકને કયાંક લટકીને પડ્યા છે. બીજી તરફ જોઈએ તો શહેરમાં અઢી વર્ષથી કયાંકને કયાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપ લાઈન અને ગેસ લાઈનથી ખોદાયેલ રોડથી પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.