ફુટપાથ પર રહેતા લોકોને મળી તેનુ જીવન કવન જાણી પાત્રને ન્યાય આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 23ને શુક્રવારે રજુ થનારી ગુજરાતી ફિલ્મ મારે શું? માં જૂનાગઢનાં જગપાલ ભરાડ, જીત ખખ્ખર,યશ્ર્વી ખખ્ખર અને રમણીક શીલુએ દમદાર અભિનય આપી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. નિર્માતા-નિર્દેષકની 2017માં રીલીઝ થયેલી બાળ ફિલ્મ તું મારો દોસ્તારમાં લાજવાબ અભિનય કરી બેસ્ટ બાળ કલાકાર તરીકેનો એવોર્ડ મેળવનારા જગપાલ ભરાડે ડ્રામા વિભાગમાં સ્નાતક કક્ષાનું શિક્ષણ પૂર્ણ કરી હાલમાં માસ્ટર કરી રહ્યા છે.
- Advertisement -
તેમણે જસમા ઓડણ, રંગ છે વેવાઇ અને કૃષ્ણ એક યોઘ્ધ, એક પ્રેમી જેવા નાટકોમાં જબરૂ પરફોર્મન્સ આપ્યું છે. મારે શું? ફિલ્મમાં મુખ્ય નાયકના મિત્ર ગોપાલનું કિરદાર નિભાવવા માટે જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન, ભવનાથ જેવા વિસ્તારોમાં ફુટપાથ પર રહી અને જીવતા લોકોને મળી તેનાં જીવન-કવન અને મુશ્કેલી જાણી હતી. આ પાત્રને તેમણે જબરો ન્યાય આપ્યો છે.