ચેસની દુનિયાને વિશ્વનો સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન મળ્યો છે. ભારતનો ડી ગુકેશ ચેસના 138 વર્ષના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ખેલાડી બની ગયો છે. ત્યારે ગુકેશની નેટવર્થ 20 કરોડને પાર કરી ગઈ છે. ચેસ સિવાય તે જાહેરાતોમાંથી પણ તગડી કમાણી કરે છે. વિશ્વનાથ આનંદને તે પોતાનો ગુરુ માને છે માત્ર 11 વર્ષની ઉંમરે જ ગુકેશે નક્કી કરેલું કે તે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બનવા માંગે છે.
વિશ્વનાથ આનંદ પછી ભારતને ચેસમાં બીજો વર્લ્ડ ચેમ્પિયન મળી ગયો છે. ડી ગુકેશ 138 વર્ષના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ખેલાડી બની ગયો છે. ત્યારે ગુકેશની નેટવર્થ 20 કરોડને પાર કરી ગઈ છે. ગુકેશની કુલ સંપત્તિ વર્લ્ડ ચેમ્પિયનશીપ પહેલા 8.26 કરોડ હતી જેમાં ચેમ્પિયન બન્યા બાદ ધરખમ વધારો થયો છે. તેણે 17 દિવસની અંદર જ 11 કરોડથી વધુની કમાણી કરી છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન સિંગાપોરમાં 17 દિવસો માટે થયું હતું.
- Advertisement -
ગેરી કાસ્પરોવનો રેકોર્ડ તોડ્યો
ડી ગુકેશે 14 માં રાઉન્ડમાં ચીનના દિગ્ગજ ડિંગ લિરેનને હરાવ્યો હતો. આ રાઉન્ડ તેણે 7.5-6.5 રનથી જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ગુકેશએ છેલ્લી ચાલ કાળા મોહરાથી રમી હતી. ભારતના આ પ્રતિભાવાન ગુકેશએ રશિયાના દિગ્ગજ ગેરી કાસ્પરોવના રેકોર્ડને તોડ્યો છે. કાસ્પરોવ આ ખિતાબ 22 વર્ષની ઉંમરે જીત્યો હતો. ગુકેશ ચેન્નાઈમાં રહે છે અને 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલા વિશ્વનાથ આનંદની એકેડમીમાંથી ચેસની તાલીમ મેળવે છે.
11.45 કરોડ મેળવી પ્રાઈસ મની
- Advertisement -
વર્લ્ડ ચેમ્પિયન બનવા પર ગુકેશને 11.45 કરોડ રૂપિયા પ્રાઈસ મની મળ્યા હતા, જ્યારે ડિંગને 9.75 કરોડ મળ્યા છે. ફિડેના નિયમો અનુસાર ફાઇલન રમનાર દરેક પ્લેયરને દરેક મેચ જીતવા પર 1.69 કરોડ રૂપિયા મળે છે. અને બચેલી રકમ બંને પ્લેયરમાં વહેંચી દેવામાં આવે છે. ગુકેશે 3 મેચ જીતી, તેણે 3,11,અને 14મી બાજી જીતી હતી જેમાં તેને 5.07 કરોડ મળ્યા અને વિજેતા બન્યા બાદ તેને 11.45 કરોડ મળ્યા.
ખિતાબની હેટ્રીક
ડી ગુકેશે વર્ષ 2024ને વર્લ્ડ ચેમ્પિયન બનીને વિદાય આપી, આ વર્ષે તે 3 મોટા ખિતાબ જીત્યો છે. ગુકેશ એપ્રિલમાં “Candidates Tournament” માં ભાગ લીધો હતો જેમાં તે 3જો સૌથી યુવા પ્લેયર હતો તેમાં સૌથી વધારે 9 પોઈન્ટ મેળવીને તેણે ટુર્નામેંટ તેના નામે કરી હતી. 17 વર્ષની ઉંમરે કેન્ડીડેટ જીતવાવાળો યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યો. સપ્ટેમ્બરમાં બુડાપેસ્ટમાં આયોજિત ચેસ ઑલંપિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો અને ડિસેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતીને તેણે ખિતાબની હેટ્રીક બનાવી.
7 વર્ષની ઉંમરમાં શરૂ કર્યું રમવાનું
ડી ગઉકેશનો જન્મ 29, મે 2006 માં ચેન્નાઈમાં થયો હતો. તેના પિતા ડૉ. રજનકાંત ENT સર્જન છે અને માતા પદ્મા માઇક્રોબાયોલોજીસ્ટ છે. ગુકેશે 7 વર્ષની ઉંમરથી ચેસ રમવાની શરૂઆત કરી હતી. 2015 માં ગુકેશ અંડર 9 સ્ટેજ પર એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયન બનીને પહેલીવાર સમાચારમાં આવ્યો હતો ત્યારથી તેણે પાછળ વળીને જોયું નથી.