જન્માષ્ટમીના પર્વની તારીખને લઇને લોકોમાં અસમંજસની સ્થિતિ છે કે આ તહેવાર 18 ઓગષ્ટે મનાવવામાં આવશે કે 19 ઓગષ્ટે. આવો જાણીએ જન્માષ્ટમીની સાચી તારીખ અને પૂજા વિધિ.
ભક્તો ધૂમધામપૂર્વક મનાવે છે જન્માષ્ટમી
- Advertisement -
ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. જન્માષ્ટમી દેશ-દુનિયામાં કાન્હાજીના ભક્તો દ્વારા ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં તો આ તહેવારને જોવા માટે દેશ-દુનિયામાંથી લોકો આવે છે. ઘરમાં, મંદિરોમાં લડ્ડૂ ગોપાલનો જન્મોત્સવ ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે.
જન્માષ્ટમી 2022ની સાચી તારીખ અને શુભ યોગ
ભાદ્રપદની અષ્ટમી તિથિ 18 ઓગષ્ટની રાત્રે 9.20 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓગષ્ટ 2022ની રાત્રે 10.59 વાગ્યે સમાપ્ત થશે. કારણકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. તેથી જન્માષ્ટમી 18 ઓગષ્ટની રાત્રે મનાવવામાં આવશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ઘી યોગ બની રહ્યો છે. આ બંને યોગ ખૂભ શુભ માનવામાં આવે છે. 18 ઓગષ્ટે જન્માષ્ટમીની પૂજા કરવા માટે શુભ મુહૂર્ત 18 ઓગષ્ટની રાત્રે 12.03 વાગ્યાથી 12.47 સુધી રહેશે.
- Advertisement -
આ રીતે કરો લડ્ડૂ ગોપાલની પૂજા
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપ લડ્ડૂ ગોપાલની પૂજા કરવામાં આવે છે. રાત્રે 12 વાગ્યે ભગવાનના જન્મ બાદ તેમનો દૂધ, દહી, ઘી, પંચામૃતથી અભિષેક કરો. તેમનો સુંદર શ્રૃંગાર કરો. તેમને માખણ, મિશ્રી, પંજરીનો ભોગ ધરાવો. આ સાથે પીળુ વસ્ત્ર, તુલસીના ફૂલ, ફળ અર્પિત કરો. ધૂપ-દીપ પ્રગટાવો. ભગવાનને પારણામાં ઝૂલાવો. તેમની નજર ઉતારો અને આ સાથે સહપરિવાર મળીને નંદ કે આનંદ ભયો જય કન્હૈયા લાલ કી જયનાદ બોલાવો. આખરે બાળ ગોપાલનો જે પંચામૃતથી અભિષેક કર્યો છે તેનો પ્રસાદ પણ વહેંચો અને જાતે ગ્રહણ કરો.