By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    16 hours ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    3 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    5 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    6 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    16 hours ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    16 hours ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    3 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    6 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?
AuthorHemadri Acharya Daveખાસ-ખબર

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

Khaskhabar Editor
Last updated: 2023/07/29 at 4:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
13 Min Read
SHARE

હાલની સરકાર પાસે જેટલો પબ્લિક ડેટા છે એટલો ભૂતકાળની સરકારો પાસે ન હતો. તમે ક્યા રહો છો, ક્યા નોકરી/ધંધો કરો છો, કેટલી આવક ધરાવો છો, આર્થિક રોકાણો વગેરે વગેરે દરેક માહિતી સરકારની નોંધમાં છે અથવા એમ પણ કહી શકાય કે તમે સતત સરકારી કેમેરાની નજર હેઠળ છો. ડેટા નામનું આ નવું શસ્ત્ર જેટલું ઉપયોગી છે એટલું જ ઘાતક પણ છે

ઈતિહાસના પાના ઉથલાવતાં એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક પ્રગતિશીલ આવિષ્કાર સાથે એક નવા યુદ્ધની શરૂઆત થઈ છે. ધાતુનાં આવિષ્કારે આપણને ભાલા અને તલવારો આપી, ઔદ્યોગિકરણે અને વિજ્ઞાનના વિકાસે આધુનિક યુધાસ્ત્ર આપ્યા. માહિતી ક્ષેત્રની ક્રાંતિને પરિપાક રુપે આજની રાજનીતિમાં માહિતીઓ સાથે ચેડાં કરીને, ઘટનાઓનાં યોગ્યાયોગ્ય અર્થઘટન વડે કૃત્રિમ જનમત કેળવવાનું વલણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. બ્રિટિશ ડેટા સાયન્ટીસ્ટ ક્લાઇવ હમ્બીના શબ્દોમાં, ડેટા આજના યુગનું નવું ફ્યુલ છે. ડેટા એનાલિસિસ અને એ.આઈ. આજની દુનિયાની સરકારો માટે મોટા હથિયાર છે. હાલની સરકાર પાસે જેટલો પબ્લિક ડેટા છે એટલો ભૂતકાળની સરકારો પાસે ન હતો. તમે ક્યા રહો છો, ક્યા નોકરી/ધંધો કરો છો, કેટલી આવક ધરાવો છો, આર્થિક રોકાણો વગેરે વગેરે દરેક માહિતી સરકારની નોંધમાં છે અથવા એમ પણ કહી શકાય કે તમે સતત સરકારી કેમેરાની નજર હેઠળ છો. ડેટા નામનું આ નવું શસ્ત્ર જેટલું ઉપયોગી છે એટલું જ ઘાતક પણ છે.

- Advertisement -

આ હથિયારની મદદથી એટલે કે ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને વિકૃત કરી પ્રસ્તુત કરીને ભલભલા સુપરપાવરને નેસ્તનાબૂદ કરી શકાય અને સ્થાપિત પણ કરી શકાય એવા માહિતીયુદ્ધના યુગમાં આપણે જીવીએ છીએ. ખૂબ જ વિશાળ વ્યાપ ધરાવતી આજની માહિતીની દુનિયાને દેખીતી રીતે જ તલવાર, તોપ કે બંદૂક વડે નિયંત્રિત કરી શકાતી નથી. આ એક અદ્રશ્ય લડાઈ છે. સતયુગ, કલયુગ, વિજ્ઞાનયુગ, માહિતી અને પ્રસારણનો યુગ, કાળના પ્રવાહોને સમજવા જે-તે કાળખંડને ચોક્કસ નામ આપવામાં આવ્યા. પરંતુ વિશ્વના રાજકીય પ્રવાહોના આધારે 2015-16 પછીના સમયને, ઇન્ફોર્મેશનના ઉપયોગ સંદર્ભે, પશ્ચિમના વિશ્લેષકો પોસ્ટ ટ્રુથ પોકીટિક્સ એરા ગણાવે છે. ઓક્સફોર્ડ ડીકશનેરી સંસ્થાનના પ્રમુખ કેસ્પર ગ્રાથવોહલ નોંધે છે કે પોસ્ટ ટ્રુથ શબ્દ પ્રથમ વખત સર્બિયન-અમેરિકન નાટ્યકાર સ્ટીવ ટેસિચના ઇરાન-અમેરિકા ખાડીયુદ્ધ સંદર્ભે 1992માં લખાયેલ લેખમાં જોવા મળે છે. “સત્ય હવે એટલું પ્રાસંગિક નથી રહ્યું” તે દર્શાવવા માટે આ લેખમાં પોસ્ટ ટ્રુથ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેઓ લખે છે કે આપણે સ્વતંત્ર નાગરિકોએ સ્વેચ્છાએ નક્કી કરી લીધું છે કે આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જ જીવવું છે. જોકે પોસ્ટ-ટ્રુથ ભલે નવો છે પણ તેના અર્થને લગભગ લગભગ નજીકના શબ્દો અને સ્ટ્રેટેજી દુનિયા માટે નવા નથી. પ્રથમ વિશ્વયુદ્ધ સાથે પ્રોપેગેંડા શબ્દ પ્રચલિત થયો. તેના પછી આવ્યો કેમ્પેઈન અને ત્યારબાદ ડિસઈન્ફોર્મેશન એટલે કે તથ્યોની હેરાફેરી કરવી.

સત્ય એ સત્ય છે, અસત્ય એ અસત્ય છે પણ પોસ્ટ-ટ્રુથ એક એવી પરિસ્થિતિ કે જ્યાં અસત્ય જાણે સત્ય છે એવો ભાસ ઉભો થાય, જ્યાં સાચા ખોટા વચ્ચે કોઈ અંતર ન રહે તેવી પરિસ્થિતિ

- Advertisement -

તેઓ લખે છે કે આપણે સ્વતંત્ર નાગરિકોએ સ્વેચ્છાએ નક્કી કરી લીધું છે કે આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જ જીવવું છે. જોકે પોસ્ટ-ટ્રુથ ભલે નવો છે પણ તેના અર્થને લગભગ લગભગ નજીકના શબ્દો અને સ્ટ્રેટેજી દુનિયા માટે નવા નથી. પ્રથમ વિશ્વયુદ્ધ સાથે પ્રોપેગેંડા શબ્દ પ્રચલિત થયો. તેના પછી આવ્યો કેમ્પેઈન અને ત્યારબાદ ડિસઈન્ફોર્મેશન એટલે કે તથ્યોની હેરાફેરી કરવી.

પોસ્ટ-ટ્રુથ શું છે?
પોસ્ટ-ટ્રુથ એટલે, જે સત્યથી પરે છે, જે સત્ય નથી પણ સત્ય જેવુ લાગે છે તે. સત્ય એ સત્ય છે, અસત્ય એ અસત્ય છે પણ પોસ્ટ-ટ્રુથ એક એવી પરિસ્થિતિ કે જ્યાં અસત્ય જાણે સત્ય છે એવો ભાસ ઉભો થાય, જ્યાં સાચા ખોટા વચ્ચે કોઈ અંતર ન રહે તેવી પરિસ્થિતિ. પોસ્ટ-ટ્રુથ પશ્ચિમથી આવેલો શબ્દ છે એટલે તેનો એકદમ અનુકૂળ શબ્દ ભારતીય ભાષામાં નથી પણ વિદ્વાનો તેને મળતા શબ્દ, અનુસત્ય અથવા ઉત્તર-સત્ય આપે છે. પોસ્ટ-ટ્રુથને સમજવા માટે તેની વ્યાખ્યા જોઈએ તો, એક એવી પરિસ્થિતિ કે જ્યાં જનમત નિર્માણ કરવામાં, સત્ય શું અને અસત્ય શું એ નક્કી કરવામાં વસ્તુગત તથ્યોનો કે નૈતિકતાનો પ્રભાવ ભાવનાત્મક અપીલ અને લોકોની શ્રદ્ધા સામે વામણો પુરવાર થાય છે. આમ, પોસ્ટ-ટ્રુથ, આ વિશેષણ એવી પરિસ્થિતિ સૂચવે છે કે જ્યાં લોકોનો અભિપ્રાય તથ્યગત સત્યને આધારે નહિ પણ ભાવના આધારિત હોય છે.

અલબત્ત, દ્વાપરમાં યુધિષ્ઠિર દ્વારા બોલાયેલા અર્ધસત્ય ‘અ઼ટ્ટઠળપળ વર્ટીં ઇરુટ ણફળજ્ઞ મળ ર્ઇૂૈંઘફળજ્ઞ મળ’ના મંત્રથી શરૂ થયેલું, સત્યને રક્તરંજીત કરવાનું વિનાશનૃત્ય આજે પણ વિશ્વમંચ પર પ્રસ્તુત થતું રહ્યું છે. સત્યે દરેક યુગમાં આઘાત સહન કર્યા છે, સત્યને ષડયંત્રથી આહત કરવાના પ્રયત્ન થયા છે. ઘણા આક્રમણકારોએ ’સત્ય’ની આડમાં છુપાઈને હુમલા કર્યા છે. સદીઓ સુધી, અડધાથી વધુ વિશ્વને છહ્મસત્યની આડમાં પ્રતાડીત કરવામાં આવ્યું છે. તો પછી આજે સત્યના સંદર્ભમાં આ નવો શબ્દ શું કામ? તો એમ કહી શકાય કે ‘પોસ્ટટ્રુથ’ શબ્દ આજના બદલાતાં સામાજિક મૂલ્યબોધને દર્શાવે છે.
સત્ય અને અસત્ય વચ્ચેના ક્ષેત્રમાં જેને મૂકી શકાય એવું આ વિશેષણ મારા મતે, ચોક્કસ પરિસ્થિતિથી વધુ, સ્ટેટ ઓફ માઈન્ડ છે. પોસ્ટ-ટ્રુથ આજે વિશાળ પ્રમાણમાં પ્રસ્તુત કેમ બન્યું એનો જવાબ સમાજની બદલાતી તરાહમાં છે.

ઉદારવાદ સાથે અભિવ્યક્તિ અને વિચાર સ્વાતંત્ર્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો. જેના તંદુરસ્ત આચરણ સાથે સાથે નૈતિકતાના પતન સમાં દુરાચારો પણ વધ્યા. નૈતિકતાના સ્તરે આજનો માનવ વધુને વધુ છૂટ લેતો થયો છે. આજના સમાજે દારુનું સેવન, લગ્નેતર સંબંધો વગેરે અનેક બાબતોએ પહેલાની સરખામણીએ ઘણું મુક્ત વલણ કેળવ્યું છે. જે બાબતો આજથી બે ચાર દાયકા પહેલાં અનિષ્ટ લેખાતી એ બાબતો હવે સહજ સ્વીકાર્ય બની છે. કંઈક એવું જ સત્યના આગ્રહ સાથે થયું છે. અસત્ય પ્રત્યે પહેલા જેટલો છોછ નથી રહ્યો એ બાબતની ખાત્રી કરાવતાં પ્રસંગો આપણી આસપાસ બનતા રહે છે. આમ, સમાજના બદલાતા મૂલ્યબોધ સાથે સત્યની બદલાતી પરિભાષા કે જેણે પોસ્ટ-ટ્રુથ જેવી પરિસ્થિતિને જન્મ આપ્યો છે.

પોસ્ટ-ટ્રુથ અને રાજનીતિ
આ શબ્દ રાજનિતી, મીડિયા તેમજ ખાસ કરીને સોશિયલ મીડિયાના સંદર્ભે ખોટી માહિતી અને બનાવટી સમાચારના પ્રસારને સૂચવે છે જે લોકોની ધારણાઓ અને નિર્ણયોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

પોસ્ટ-ટ્રુથના પ્રભાવમાં લોકો ભ્રામક માહિતી અને ષડયંત્ર- સ્કેન્ડલની થિયરી અંગે વધુ સંવેદનશીલ હોય છે, આધારવિહીન તથ્યોના પ્રચાર સાથે ઘડાયેલાં નરેટીવ્સના જુઠને કોઈ પડકારતું નથી અને ભાગ્યે જ કોઈ પડકારે તો, જે-તે પક્ષનું આઇટી સેલ તેમજ ભાવનાત્મક નરેટીવ્સ જેમને ઘૂંટી ઘૂંટીને પીવડાવી દેવામાં આવ્યા છે એ લોકો પડકાર કરનારનો એકસામટો વિરોધ નોંધાવે છે. ‘પોસ્ટ ટ્રુથ’ની તીવ્રતા એ છે કે જ્યારે કોઈ પ્રચાર કે માહિતી સાચી હોવા- ન હોવાથી લોકોને કોઈ ફરક જ ન પડે પણ એ કહેનાર કોણ છે એ જ મહત્વનું બની જાય. જેનો ઉપયોગ દરેક પ્રચારમાં, પ્રસારમાં, જનસંપર્કમાં, રાજકારણમાં, લોકોના અભિપ્રાયને બદલવામાં, આખી પેઢીને કંઈક ખોટું શીખવવાની કોશીશરૂપે, પોતાનો પક્ષ જ ઉત્તમ અને બીજા ખોટા એવું સાબિત કરવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા થાય છે. ઉપર કહ્યું તેમ, આજના સમયમાં ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ, ઈન્ટરનેટ જેવા નવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોનાં વિશ્વાસ અને લાગણીઓ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. લોકોમાં સત્યનું ભ્રામક સંસ્કરણ પીરસવામાં આવી રહ્યું છે. રાજકીય હિતો સાધવામાં આવા ખોટી રીતે પીરસાતાં ડેટા/ માહિતી મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આવી સ્થિતિમાં, પોસ્ટ ટ્રુથ ઇન્ફોર્મેશન વોરનો એક ભાગ બની ગયું છે એમ કહેવું ખોટું નથી.

પોસ્ટ ટ્રુથ- ખાસ કરીને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંદર્ભે
આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો, જેના કારણે ઑકસફર્ડ ડીક્શનરીએ ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દને 2016નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કર્યો હતો

સત્ય પાસે તમામ આંકડા છે, માહિતી અને સંદર્ભ છે છતાં સત્ય લોકશ્રદ્ધા સામે, વિશ્વાસ સામે કેમ હારી જાય છે ? આજે પોસ્ટ- ટ્રુથ જ્યારે રાજનીતિના આદર્શ પ્રવાહને લલકારી રહ્યું છે ત્યારે આ સવાલ ઉઠવો વ્યાજબી અને જરૂરી પણ છે

એવું નથી કે તથ્ય સાથે છેડછાડ કરીને તેની સમાંતરે બીજું સત્ય(!) પ્રસ્તુત કરવાનું ચલણ અથવા અફવા આધારિત સત્યને સમર્થન કે સ્વીકૃતિ પહેલાં નહોતી મળતી પણ આજના યુગમાં તેનું જેટલું ચલણ છે એટલું પહેલાંના સમયમાં ન હતું. સીમિત અથવા ભ્રમિત જાણકારી દ્વારા જુઠને અથવા અર્ધસત્યને સત્ય તરીકે સ્થાપિત કરવાની રીતિ એ વિશ્વભરના નેતાઓની તરાહ બનતી જાય છે. જેને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે માસ હિપ્નોટીઝમની અવસ્થામાં જીવતા સમાજના વિવેક પર શ્રદ્ધાએ કબજો જમાવ્યો છે.

પોસ્ટ ટ્રુથ- ખાસ કરીને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંદર્ભે આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો. જેના કારણે ઑકસફર્ડ ડીક્શનરીએ ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દને 2016નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કર્યો હતો. અલબત્ત, યુરોપ, બ્રિટન અને અમેરિકા પહેલા ભારતીય રાજકારણમાં પોસ્ટ-ટ્રુથની શરૂઆત થઈ ગઈ હતી એમ કહીએ તો ખોટું નથી.
અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય જોઈએ તો ભારતમાં ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માંગણી માટે અણ્ણા હજારેના નેતૃત્વમાં તીખી, તેજ ભાષાનો ઉપયોગ કરીને જલદ ભાવનાત્મક ભાષણો, ’તૂ ચોર હૈ, વો ચોર હૈ, સારે ચોર હૈ’, ’હું તને જેલમાં નાખીશ’અને ’ભારત માતા કી જય’ના નારાથી વિશાળ સંખ્યામાં જનતા એકઠી કરવામાં સફળ રહ્યા. મીડિયાએ પણ આ આગમાં ઘી હોમ્યુ હતું અને કેજરીવાલને પોસ્ટ ટ્રુથ યુગની રાજનીતિમાં અણધારી સફળતા મળી એ સૌ જાણે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આવા જ પડઘા સાંભળવા મળ્યા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળ ‘પોસ્ટ ટ્રુથ’ સૌથી મોટું કારણ હતું. ટ્રમ્પે ઘણાં જૂઠાણાં બોલ્યા, તથ્યોને નકારી કાઢ્યાં પણ સમાંતરે આમ જનતાનો વિશ્વાસ જીતવામાં તેઓ સફળ હતા એ ત્યાં સુધી કે આદુ ખાઈને ટ્રમ્પ પાછળ પડેલા અમેરિકન મેઈનસ્ટ્રીમ મીડિયાએ આખા વર્ષ દરમ્યાન ટ્રમ્પની વિરુદ્ધ બયાનબાજી કરી પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. લોકોને રસ પડે તેવી સનસનીખેજ, ભાવનાત્મક વાતો પીરસીને લોકોને પોતાના તરફ આકર્ષવામાં તે સફળ રહ્યાં. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ચૂંટણી સભાઓમાં અને ચૂંટણી દરમિયાન બરાક ઓબામા પર કેટલાક આક્ષેપો કર્યા, જેમ કે તેઓ અમેરિકામાં જન્મ્યા નથી, તેઓ આઈએસઆઈએસના સંસ્થાપક છે, ક્લિન્ટન પરિવાર હત્યારાઓનો પરિવાર છે, હિલેરીની જગ્યા જેલમાં હોવી જોઈએ, વળી વચનો કે હું જીતીશ તો અમેરિકા-મેક્સિકો વચ્ચે જંગી દીવાલ ચણાવી દઈશ (જ્યારે સત્ય એ છે કે અમેરિકા-મેક્સિકો વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં દીવાલ છે જ પણ ટ્રમ્પે કહ્યું અને લોકોએ તેના પર ભરોસો કર્યો!) વગેરે વગેરે. જેના કારણે પુરી દુનિયાના આશ્ચર્ય વચ્ચે તેઓ જીતી ગયા અને અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા! અલબત્ત, તેમનો એકપણ દાવો હજુ સુધી યથાર્થ સાબિત થયો નથી!

આવું જ કંઈક જૂન 2016માં બન્યું હતું જ્યારે બ્રિટને નિર્ણય લીધો હતો કે તે હવે યુરોપિયન યુનિયનનો ભાગ નહીં રહે. વોલ્ટ લુઈસે દાવો કર્યો હતો કે બ્રિટન પર યુરોપિયન યુનિયન (ઊઞ)નો ભાગ હોવાનો બોજ દર અઠવાડિયે આશરે :350 મિલિયન છે. વોલ્ટે કહ્યું કે આટલી રકમ બ્રિટનની નેશનલ હેલ્થ સ્કીમમાં રોકી શકાય છે. 2020 સુધીમાં તુર્કી ઊઞનું સભ્ય બની જશે તેવું કહીને પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જો તુર્કી સભ્ય બને તો બ્રિટનમાં ઇમિગ્રેશન વધવાનું જોખમ હતું. આ તમામ સંદિગ્ધ માહિતી પછી જ બ્રિટનના લોકોએ ઊઞની સભ્યપદ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરોક્ત બન્ને કિસ્સામાં તથ્યો અને સામાન્ય વિવેક વિરુદ્ધના અસંગત મુદ્દાઓ રજૂ કરીને સફળતાં મેળવવામાં આવી છે.એટલે એમ કહી શકાય કે જે-તે લીડરશીપ જેના પર કામ કરવા માંગતી હોય તે વિચારધારા/ આઇડીયોલોજીનું સાઇકોલોજીલ ગેઇમની જેમ જનમાનસમાં ઇન્સેપ્શન કરે છે. અને પછી લોકોના મોઢે જ, એ જ બોલાવે છે કે જે નેતાઓ કરવા માંગતા હોય! એટલે લોકોને એમ લાગે છે કે આપણે જે ઇચ્છયું હતું એ જ જે-તે પક્ષ કે રાજનેતા કરી રહ્યા છે, આપણે રાજનીતિને દિશા આપી છે! હવે, સવાલ એ થાય કે, સત્ય પાસે તમામ આંકડા છે, માહિતી અને સંદર્ભ છે છતાં સત્ય લોકશ્રદ્ધા સામે, વિશ્વાસ સામે કેમ હારી જાય છે ? આજે પોસ્ટ- ટ્રુથ જ્યારે રાજનીતિના આદર્શ પ્રવાહને લલકારી રહ્યું છે ત્યારે આ સવાલ ઉઠવો વ્યાજબી અને જરુરી પણ છે, જેના કારણો વિશે આપણે હવેના લેખ, સોમવારે ભાગ-2માં ચર્ચા કરીશું.

You Might Also Like

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને

TAGGED: POLITICALWEAPONS, POSTTRUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટામેટાંની ખાટી-મીઠી વાતો
Next Article ગામડામાં શિક્ષણ- સુવિધા કે સંપત્તિ ઓછી હશે પરંતુ પ્રેમ અને લાગણી અકબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
Author

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મનીષ આચાર્ય

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?