આબાજળ ડેમમાં સૌની યોજનાથી નર્મદાના નીર પહોંચાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આબાજળ ડેમ સુકાઈ ગયેલ તથા નગરપાલિકાના કુવા તથા બોરમાં પાણીના તળિયા દેખાઈ જતા અને વરસાદ લંબાતા વિસાવદરમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયેલ અને આ બાબતે નગરપાલિકા દ્વારા શહેરમાં રિક્ષાઓ ફેરવી પાણીનો બગાડ નહિ કરવા અને પાણીની બચત કરવા લોકોને અપીલ કરેલ હતી અને આ બાબતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ને મળી આ બાબતે સરકારમાં રજુઆત કરી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા વિનંતી કરેલ ત્યારે તાબડતોબ શ્રી રિબડીયા એ જણાવેલ કે હું ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતૃભૂમિ અને કર્મભૂમિ છે વિસાવદરની કોઈપણ સમસ્યાએ મારી સમસ્યા છે તેવું જણાવી તાત્કાલિક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો સંપર્ક કરી સ્થાનિક નેતાગીરીમાંથી પૂવે ધારાસભ્ય હષેદભાઈ રીબડીયા તથા હરીભાઇ રીબડીયા વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખે સરકારના મંત્રીને ખેડુત લક્ષી આ બાબતની અંગત રસ લઈને રજૂઆત કરી હતી.તેના ફળસ્વરૂપે આજે વિસાવદર તાલુકાનાં ખેડૂતો માટે સુખદ સમાચાર આવ્યા હતા.
વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આંબાજળ ડેમમાં સૌની યોજના મારફત નર્મદાના નીર પહોંચ્યા વિસાવદર શહેરના લોકો તથા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપ્ત થઈ હતી. આ સમયે સતાધારના મહંતશ્રી વિજયબાપુ દ્વારા નર્મદાના નીરને પૂજાન કરીને વધાવ્યા હતા. આ તકે સિંચાઈના અધિકારી પાંડે હાજર રહ્યા હતા વિસાવદર નગરપાલિકાના કુવા બોરમાં પાણીની ઘટ ઉભીથતા પીવાના પાણીનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય તે પહેલા નર્મદાનું પાણી પહોંચાડવા બદલ ગુજરાત સરકાર તેમજ સિંચાઈ પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો વિસાવદર શહેરના લોકોએ ખેડૂતો વતી હૃદયથી આભાર માન્યો હતો તેવું એક અખબારી યાદીમાં જણાવાયું છે.