અવકાશમાં બીજા ભારતીય, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ભારત વતી પ્રયોગો કરવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 14 દિવસ વિતાવશે.
શુભાંશુ શુક્લાએ એક્સિઓમ-૪ મિશનના ભાગ રૂપે અવકાશમાં પ્રક્ષેપણ કર્યું
- Advertisement -
41 વર્ષમાં અવકાશમાં પહોંચનાર બીજા ભારતીય બન્યા
ભારતીય વાયુસેનાનો ભાગ, શુક્લા મિશન પાઇલટ તરીકે સેવા આપી રહ્યા છે
મારા ખભ્ભા પર તિરંગો છે જે દેશને ગૌરવ અપાવે છે : જય હિન્દ, જય ભારત સાથે શુભાંશુએ દેશવાસીઓને સલામ કરી
- Advertisement -
મારા ખભા પર કોતરેલો તિરંગા મને કહે છે કે હું તમારા બધા સાથે છું”. રાકેશ શર્માના ઐતિહાસિક 1984ના મિશન પછી ભ્રમણકક્ષામાં પહોંચનાર બીજા ભારતીય બન્યા ત્યારે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશમાંથી આ પહેલા શબ્દો હતા.
આજે એકસીઓમ-4 અંતરીક્ષ ઉડાન પર રવાના થયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ તેની ઉડાનની 10 મીનીટ બાદ એક સંદેશમાં કહ્યું કે, આ એક શાનદાર સફર બની રહી છે અને 41 વર્ષ બાદ ભારતના કોઇ વ્યકિત અંતરીક્ષમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છીએ અને મારા ખભ્ભા પર મારી સાથે તિરંગો છે જે મને સતત બતાવે છે કે આપ સૌ મારી સાથે છો, આ ફકત મારી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધીની સફર નથી પરંતુ ભારતના માનવ અંતરીક્ષ કાર્યક્રમનો પ્રારંભ છે.
હું ઇચ્છું છું કે તમે પણ તેનો હિસ્સો બનો. આપણે સૌએ ગર્વ અનુભવવાની જરૂર છે. અંતે તેને જય હિન્દ, જય ભારત તેવું લખ્યું હતૂું.