– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરીનામના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ: 70 દેશોના 3500થી વધુ મુળ ભારતીયો ઉપસ્થિત
– વડાપ્રધાનના ‘સબ કા સાથ સબ કા વિકાસ ઔર સબકા વિશ્વાસ ’સુત્ર પ્રવાસી ભારતીય દિને પણ ગુંજયું
- Advertisement -
મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે ત્રણ દિવસના પ્રવાસી ભારતીય સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લુ મુકયુ છે. આ સંમેલનમાં 70 દેશોના 3500થી વધુ પ્રવાસી ભારતીયો હાજર છે અને સુરી નામના રાષ્ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોકીએ પોતાના સંબોધનમાં જનની અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ હોવાનું જણાવીને ભારતના આઝાદીના અમૃતકાળમાં આ સંમેલન વધુ મહત્વનું બની ગયું છે તેવું જણાવ્યું હતું.
Welcoming our honoured guests; PM Modi, Dr Mohamed Irfaan Ali Guyana President, Chief Guest of PBD 2023 & President of Suriname Chan Santokhi, Special Guest of Honour. The large Indian diaspora in Guyana & Suriname acts as enduring links of friendship between countries: MEA spox pic.twitter.com/ucgXR2tN4r
— ANI (@ANI) January 9, 2023
- Advertisement -
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે, ઈન્દોરે આજે પોતાના દિલના જ નહી ઘરના દરવાજા પણ ખોલ્યા છે. આજે પ્રવાસી ભારતીયો માટે કંઈ હોટલ નહી કોના ઘરે ઉતરવું તે અંગે દ્વીધા છે અને ઈન્દોરના લોકો સ્વાગત માટે સ્પર્ધા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ અહી તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું અને મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાન આજે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોના યોગદાન આધારીત ડીઝીટલ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યુ હતું અને બાદમાં 102 મહેમાનો સાથે ભોજન પણ કર્યુ હતું.
Prime Minister Narendra Modi, President of Suriname Chandrikapersad Santokhi and President of Guyana Irfaan Ali launch commemorative stamp at the 17th Pravasi Bharatiya Divas Convention in Indore, Madhya Pradesh. pic.twitter.com/QVNGAwDjxf
— ANI (@ANI) January 9, 2023
ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ તેમને આમંત્રણ આપવા બદલ ભારત તેમજ મધ્યપ્રદેશ અને ઈન્દોરનો આભાર માનતા જણાવ્યું કે મહાત્મા ગાંધી 107 વર્ષ પહેલા દ.આફ્રિકાથી પરત આવ્યા હતા પરંતુ તેઓએ દ્રઢ માનસિકતાથી ભારતને આઝાદ કરવામાં ભૂમિકા ભજવી તો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી’ ભારત અને વિશ્ર્વને જોડવાનો જે પ્રયાસ કર્યો છે. તે સરાહનીય છે.
Addressing the Pravasi Bharatiya Divas Convention in Indore. The Indian diaspora has distinguished itself all over the world. https://t.co/gQE1KYZIze
— Narendra Modi (@narendramodi) January 9, 2023