વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરી રહ્યો છે. જિલ્લામાં ઠેરઠેર તેનુ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમજ વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. આ 20 વર્ષ જનજનના વિકાસના-તપસ્યાના છે.એમ મંત્રી દેવાભાઇ માલમે કેશોદ તાલુકાના અજાબ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણના કાર્યક્રમમાં જણાવ્યું હતુ. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દેખરેખમાં થઇ રહી છે. ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સુચારૂ રીતે અમલવારી થઇ રહી છે. મા નર્મદાના નીર ઘેર ઘેર પહોચી ગયા છે. આ પ્રસંગે મંત્રીએ સરકાર દ્વારા લોકો માટે કાર્યરત કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આરોગ્ય વિભાગ, પૂર્ણા શક્તિ, સગર્ભા યોજના, વ્હાલી દિકરી યોજના સહિતની વિવિધ વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય-લાભ વીતરણ કરાયા હતા.કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના 20 વર્ષની વિકાસ યાત્રા અંગેની ટુંકી ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી.