ભારતના વિકેટકિપર અને બેટ્સમેન ઋષભ પંતને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક દમદાર વીડિયો શેર કર્યો છે.
ક્રિકેટ જગતમાં હવે ઋષભ પંતનો સિતારો ચડી રહ્યો છે. એક બાજુ વિરાટ કોહલીના વળતા પાણી થઈ રહ્યાં છે તો બીજી બાજુ હવે ઋષભ પંતના ચડતાં પાણી થઈ રહ્યાં છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પણ હવે સ્પસ્ટ રીતે કહી દીધું છે કે હવેનો સમય ઋષભ પંતનો હશે.
- Advertisement -
ICCએ ઋષભ પંતનો દમદાર વીડિયો શેર કર્યો
કોઈ પણ એક ક્રિકેટર માટે ભલે સારો સમય આવ્યો હોય કે ન આવ્યો હોય, પરંતુ રિષભ પંત માટે હવે દુનિયા જીતવાનો સમય નજીક આવી ગયો છે. આઈસીસીએ ઋષભ પંતનો એક શક્તિશાળી વિડિયો શેયર કર્યો છે અને તેના કારણે તે હેડલાઇન્સમાં ચમક્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પંતનો લુક અને સ્ટાઈલ દેખાય છે.
ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો સૌથી ઉભરતો બેટ્સમેન
વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઉભરતો બેટ્સમેન છે. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં રન બનાવીને તેણે મેચ જીતીને ભારતને પોતાની આગવી ઓળખ બનાવી છે. ટી-20 વર્લ્ડ કપમાં તેની પાસે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ચમકવાની ગોલ્ડન તક છે. કદાચ આ કારણે જ આઈસીસીએ પણ તેમના માટે મોટો સમય ગણાવ્યો છે.
- Advertisement -
View this post on Instagram
બિગ ટાઇમમાં આપનું સ્વાગત છે, ઋષભ પંત- આઇસીસી
ટી-20 વર્લ્ડ કપના દ્રષ્ટિકોણથી જોઈએ તો રિષભ પંતને અલગ અંદાજમાં જોવામાં આવી રહ્યો છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં તેને ભારતની મુખ્ય કડી તરીકે જોવાઈ રહ્યો છે. ભારત છેલ્લા નવ વર્ષથી આઇસીસી ટુર્નામેન્ટ જીતવા માટે રાહ જોઈ રહ્યું છે અને ભારતની આ ઈચ્છા પૂરી કરવા પંત મોટી ભૂમિકા ભજવી શકે છે.
આઈસીસીના પ્રોમો વીડિયોમાં ઋષભ પંતનો અવતાર
આઈસીસીના શેર પ્રોમો વીડિયોમાં હેલિકોપ્ટર સિડનીના ઓપેરા હાઉસની ઉપરથી ઉડી રહ્યું છે, ત્યારે જ સિડની હાર્બરની અંદરથી ઋષભ પંત હેલ્મેટ પહેરીને દમદાર અંદાજમાં બહાર આવે છે અને જાણે કોઈ ગોડઝિલા આવી રહ્યો હોય તેમ શહેર તરફ ડગલાં માંડે છે.
ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમી રહી છે
ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમી રહી છે. 2-0થી અપરાજિત સરસાઈ સાથે તેણે આ શ્રેણી પર પણ કબજો જમાવ્યો છે. આ જ શ્રેણીની બીજી ટી-20માં ઋષભ પંત રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો અને તેણે પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાને ધમાકેદાર શરુઆત અપાવી હતી. પંતના રોહિત સાથેના પ્રારંભિક આક્રમણનું જ પરિણામ છે કે ભારત બીજી ટી-20માં 49 રનથી વિજય મેળવવામાં સફળ રહ્યું હતુ.