સનાતન નવરાત્રિ મહોત્સવ, શીતલ પાર્ક પાસે યોજાશે: સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના સમગ્ર ગુજરાતમાં વસતા તમામ પરિવાર માટે એક દિવસીય નિ:શુલ્ક (ફ્રી) રામાનંદી નવરાત્રિ મહોત્સવ 2025નું તા. 20-9-25ના સમય સાંજે 7-00 કલાકથી સ્થાન સનાતન નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ, શીતલ પાર્ક ચોકડી આર. કે. વર્લ્ડ ટાવર પાસે, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સમસ્ત રામાનંદી સાધુસમાજના તમામ જ્ઞાતિજનોએ વોટ્સઅપ માધ્યમથી ફરજિયાત રજિસ્ટ્રેશન મોબાઈલ નં. 9726955504 પર પોતાનું આધારકાર્ડ અને કુલ સભ્ય મોકલી રજિસ્ટ્રેશન કરવું પડશે.
- Advertisement -
ત્યાર બાદ તે વોટ્સએપમાં જણાવવા આવે ત્યારે પાસ મેળવી લેવાનો રહેશે. ગ્રાઉન્ડ પર એન્ટ્રી સમયે પાસ તથા આધારકાર્ડ ફરજિયાત બતાવવું પડશે તેના વગર એન્ટ્રી નહીં મળે તેની ખાસ દરેક જ્ઞાતિજનોએ નોંધ લેવી. રામાનંદી નવરાત્રિ મહોત્સવ 2025માં ભાગ લેનાર તમામ ખેલૈયાઓમાંથી વેલપ્લેડ તથા વેલડ્રેસમાં ભાઈઓ તથા બહેનોને અલગ અલગ કેટેગરી પ્રમાણે વિજેતાઓને જાહેર કરી પ્રોત્સાહન રૂપે ઈનામ તથા મોમેન્ટો આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવતની આગેવાની હેઠળ વિવેકભાઈ નિમાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, રાજુભાઈ કુબાવત, દેવાંગભાઈ નિમાવત, જયદીપભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઈ દેવમુરારી, વિમલભાઈ કીલજી, મયંકભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, જીજ્ઞેશ રામાવત તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.


