સંપૂર્ણ વિધર્મી ફ્રી રામાનંદી નવરાત્રી મહોત્સવ: એક લાખ મેગા વોટથી વધુની સાઉન્ડ સિસ્ટમ, ખેલૈયાઓને મોમેન્ટો અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના સમગ્ર ગુજરાતમાં વસતા તમામ પરીવાર માટે એક દિવસીય નિ:શુલ્ક(ફ્રી) રામાનંદી નવરાત્રી મહોત્સવ-2025નું તા. 20 -09-2025ના દિવસે સમય- સાંજે 7 કલાકે સનાતન નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડ, શીતલ પાર્ક ચોકડી આર.કે. વર્લ્ડ ટાવર પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, સમાજ શ્રેષ્ઠી વગેરેની વિશેષ ઉપસ્થિત રહેશે. એન્ટ્રી સમયે પાસ તથા આધાર કાર્ડ ફરજીયાત બતાવવું પડશે. તેના વગર એન્ટ્રી નહીં મળે તેની ખાસ દરેક જ્ઞાતિજનોએ નોંધ લેવી. રામાનંદી નવરાત્રી મહોત્સવ-2025માં ભાગ લેનાર તમામ ખેલૈયાઓમાંથી વેલપ્લેડ તથા વેલડ્રેસમાં ભાઈઓ તથા બહેનોને અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ, દ્વિતીય, તૃતીય, વિજેતાઓને જાહેર કરી પ્રોત્સાહન રૂપે ઇનામ,મોમેન્ટો, ગીફ્ટો આપવામાં આવશે.
- Advertisement -
આ રામાનંદી નવરાત્રી મહોત્સવ-2025માં ભાગ લેવા સમસ્ત રામાનંદી સાધુસમાજ ના તમામ જ્ઞાતિજનોએ વોટસઅપ માધ્યમથી ફરજીયાત રજિસ્ટ્રેશન મો. નં. (9726955504) પર પોતાનું આધાર કાર્ડ અને કુલ સભ્ય મોકલી રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ કાર્યાલય (ધરતી મેડીકલ સ્ટોર ની બાજુમાં, મનહર પ્લોટ-8 ના ખૂણે, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે થી તમામ સભ્યના આધાર કાર્ડ ની ઝેરોક્ષ લઈ તારીખ – 14મી સપ્ટેમ્બર 2025 થી 19મી સપ્ટેમ્બર 2025 સુધી સવારે 10:00 વાગ્યા થી 1:00 વાગ્યા સુધી તેમજ સાંજે 5:00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી પાસ મળશે ત્યાંથી પાસ મેળવી લેવાનો રહશે. ગ્રાઉન્ડ પર પાસ મળશે નહિ જેની ખાસ દરેક જ્ઞાતિજનોએ નોંધ લેવી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવત ની આગેવાની હેઠળ વિવેકભાઈ નિમાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, દેવાંગભાઈ નિમાવત, જયદીપભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઈ દેવમુરારી, વિમલભાઈ કીલજી, મયંકભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, જીજ્ઞેશ રામાવત તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી હતી.