રાજકોટ – ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ, તરઘડિયા અને ભારત મૌસમ વિભાગની યાદી જણાવે છે કે તા.૦૮-૦૮-૨૦૨૧ સુધી સુકું, ગરમ અને વાદળછાયું રહેવાની શક્યતા છે.
રાજકોટ જીલ્લામાં તા.૦૮-૦૮-૨૦૨૧ સુધી હવામાન ભેજવાળું અને વાદળછાયું રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૦-૩૨ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૦-૮૨ અને ૬૨-૭૦ ટકા રહેશે.પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૧ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ખેતી કાર્યો અને ખેત પેદાશના વેચાણ અને બીજ, ખાતર અને દવાઓની ખરીદી દરમ્યાન મોં પર કપડું (માસ્ક) બાંધી રાખવું અને બે વ્યક્તિ વચ્ચે ૬ થી ૭ ફૂટ અંતર જાળવવું. હવામાન આગોતરા વરતારા મુજબ તા.૦૮ થી ૧૩-ઓગસ્ટ-૨૦૨૧ દરમ્યાન ભેજવાળું અને મોટાભાગે વાદળછાયું રહેશે, ઝાટકા સાથેનો ભારે પવન (૨૫-૪૦ કી.મી./ક્લાક) અને હળવા વરસાદની શક્યતા છે. ખેતરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો. કપાસ, તલ, બાજરી અન જુવાર જેવા પાકોને ભલામણ કરેલ નાઈટ્રોજન યુક્ત ખાતરનો પૂર્તિ ડોઝ આપવો.
ડુંગળીમાં કોલેટોટ્રાયકમ અને ફ્યુઝેરીયમ ફૂગનો રોગ લાગે નહિ તે માટે પ્રોપીકોનાઝોલ, મેન્કોઝેબ ૪૦ ગ્રામ અને કાર્બેન્ડાઝીમ ૧૫ ગ્રામ ૧ પમ્પમાં વારાફરતી કોઇપણ એક દવા નાખીને છંટકાવ કરવો.


