સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. વૃષભ રાશિમાં, ચંદ્ર સિંહથી તુલા રાશિ સુધી, બુધ વૃષભ, શુક, મેષ, મંગળ મીન, ગુરુ, શનિ કુંભ. રાહુ… મેષ. કેતુ તુલા. ગ્રહોના ઉપરોક્ત ગોચર પરિભ્રમણનો, સાપ્તાહિક રાશિફળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગોચર ગ્રહોની વર્તમાન સ્થિતિ, ભારત અને બીજા દેશોમાં … સામાજિક, આર્થિક અને રાજકીય રીતે લાંબા ગાળાના પરિવર્તનની શક્યતા સૂચવે છે.
મેષ (અ, લ, ઇ)
કૌટુંબિક કે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. તમારું કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય. વેચાણ માટે ઉતાવળ ન કરવી. ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું. વાદ વિવાદથી અંતર જાળવવું, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો. સામાજિક જવાબદારીમાં વધારો જણાય. પારિવારિક મકાન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ થાય . ધંધામાં આર્થિક કાર્યક્ષેત્રમાં કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું, નવા પડાવ સર થાય, અંગત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. સાથે જ ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, ખર્ચ ઓછા કરવાના પ્રયત્ન કરવા. આપ હરો ફરો કે કામકાજ કરો પરંતુ આપના મનને શાંતિ જણાય નહીં. કોઈ પણ આર્થિક કામ પતાવવાની ઉતાવળ કરવી નહીં. આપને કામમાં સાનુકૂળતા જણાય. નોકરી ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પરદેશ સાથેનું કામ થાય. નોકરી ના કાર્યક્ષેત્રમાં પડતર સમસ્યાનો ઉકેલ જણાય અને નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ બને.
મિથુન (ક, છ, ઘ)
આપના ધંધા રોજગાર ના કામની સાથે સામાજિક તેમજ વ્યવહારિક કામ અંગે આપને દોડધામ રહે. પરંતુ બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં સરળતા રહે. આપને માનસિક પરિતાપ છતાં આપના નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય કે સરકારી કામકાજ અંગે દોડધામ જણાય. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ કે ખરીદી માટે બચત કરવી જરૂરી છે . મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું, સામાજિક ક્ષેત્રોમાં સફળતા જણાય.
કર્ક (ડ, હ)
ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આકસ્મિક મુલાકાતથી કામમાં ઉત્સાહ રહે. વાણીની મીઠાશથી લાભ રહે.આપના કામ અંગે સતત દોડધામ જણાય. જો કે ધીમે-ધીમે કામનો ઉકેલ આવવાથી આપને રાહત પણ રહે. મિત્રવર્ગથી હર્ષ-લાભ રહે. આપને દેશ-પરદેશના કામ અંગે વ્યસ્તતા રહે. નોકરીમાં બઢતી બદલીના પ્રશ્ન અંગે વિચારણા થાય. કૌટુંબિક કામ અંગે બહાર જવાનું થાય. કૌટુંબિક ઉત્સાહમાં વધારો થાય તેમ જ માંગલિક કાર્ય આગળ વધે.
- Advertisement -
સિંહ (મ, ટ)
મહેનત કરવાનો સમય આવી ગયો છે . બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક, જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. આપે બધા જ સંબંધો કામે લગાડવા પડશે. આપનું ભવિષ્ય ઉજ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. તમને પ્રેમ અને આર્થિક વિકાસ બંને ભાવનાઓની સમાન અનુભૂતિ થશે. સોમવારે સારી ઓફર મળે. શુક્રવારે શેરબજારમાં સંભાળી કામ કરવું.
કન્યા (પ, ઠ, ણ)
આર્થિક વિકાસ માટે, જેમ જેમ દિવસો પસાર થાય તેમ આપને ધીરે ધીરે રાહત થતી જાય. સંતાનના પ્રશ્નમાં આપની પરેશાની દૂર થાય. હમણાં થોડા સમય માટે, નોકરી ધંધાના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષે ચિંતા જણાય. આપના યશ, પદ કે પછી ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી ઉત્સાહ અનુભવો. આપના કામકાજમાં અન્યનો સાથ મળી રહે. સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, વડિલ અને સિનિયર સિટીઝન સાથે નમ્ર વ્યવહાર રાખવો.
તુલા (ર, ત)
આપના કામમાં કુટુંબનો સાથ સહકાર મળી રહે. મહત્ત્વના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આર્થિક બાબતે અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય. જાહેરક્ષેત્રના કામમાં અથવા સંસ્થાકીય કામમાં સાનુકુળતા રહે. આપને રાજકીય સરકારી કામ અંગે ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. દોડધામ ખર્ચમાં વધારો થાય. પરંતુ સીઝનલ ધંધામાં ધ્યાન રાખવાથી ધણો ફાયદો થાય. સંતાનના અભ્યાસના પ્રશ્નમાં આપની પરેશાની ઓછા થતી જાય. આપના નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધામાં નવી ઘરાકી જણાય..
વૃશ્ર્ચિક (ન, ય)
આપના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને.નોકરી ધંધામાં સહકાર્યકર વર્ગ કે પછી નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આપના કામની પ્રશંસાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સ્થાવર સંપત્તિના આપના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. બેંકના વીમા કંપનીના કે શેરોના કામમાં આપને ધ્યાન રાખવું પડે. શેરબજારમાં ખરીદી ઉપયોગી જણાય. કોર્ટ કચેરીના કામમાં દોડધામ રહે. આપના કામનો બુધ્ધિ અને આવડત તથા મહેનતના આધારે ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહે.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ બુધવારે બિન જરૂરી ખર્ચથી સંભાળવું. આવક વધારવા માટે શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવે તો ઝડપી કામ થશે. મિત્રોથી લાભ થાય. જૂની ઉઘરાણી મળશે. કૂળદેવીની કૃપાથી, અટકી પડેલા કામમાં ફરી સફળતા મેળવી શકાય તેમ છે. આર્થિક અને ખાસ કરીને બેન્ક લોન સંબંધિત કામમાં સફળતા મળે. વડિલ અને સિનિયર લોકોની સલાહ માનવી લાભદાયી રહે. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરવા માટે વિચારીને પગલું ભરવું. શુક્રવારે ધાર્મિક કામમાં સફળતા મળે.
મકર (ખ, જ)
અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં આપને સરળતા મળી રહે. જુના મિત્ર કે સ્વજન સ્નેહિ સાથેની મુલાકાતથી આનંદ રહે. આપના કામમાં અન્ય કોઈની મદદની આશા રાખવી નહીં. સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. સાથે જ સ્વજનથી મિલન સંભવ, વડિલો અને અન્ય મિત્રોની મદદથી ચિંતાનાં વાદળ દૂર થતા જણાય. ધંધાના કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને. પારિવારિક સહયોગથી મહત્ત્વના કાર્ય પૂર્ણ થાય.
કુંભ (ગ, શ, સ,ષ)
નવા સાહસો વિચારીને કરવા, બુધવારે મધ્યાહન પછી કોઈ સમાચાર આપના ઉત્સાહમાં વધારો કરી શકે છે. મનનાં મનોરથ ફળતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ગુરૃવારનો દિવસ આનંદમય પસાર થાય. વ્યવસાયમાં ધારેલી પ્રગતિ સાધી શકશો સાથે જ નાણાકીય સફળતા જણાય.
મીન (દ, ચ, ઝ, થ)
તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતું જણાય સાથે મનની બેચેની પણ દૂર થતી જણાય, લોકો સાથેના આર્થિક વ્યવહારમાં ધ્યાન રાખવું જરૂરી છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ છે. યાત્રા પ્રવાસનું આયોજન સંભવ બને, ઋતુગત બીમારીથી સાચવવું. મહત્ત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ અને મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, અશાંતિનાં વાદળ વિખરતા જણાય.
નોકરીમાં કાર્યબોજ હળવો થતાં રાહત અનુભવાય તેમ જ સામાજિક પ્રતિષ્ઠા અને વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય,