સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. મિથુન રાશિમાં. ચંદ્ર.. વૃશ્ર્ચિકથી કુંભ રાશિ સુધી, બુધ.. મિથુન રાશિમાં, શુક્ર.. વૃષભ / મિથુન રાશિમાં, મંગળ.. મેષ રાશિમાં. ગુરુ.. મીન રાશિમાં, શનિ.. કુંભ /મકર રાશિમાં, રાહુ.. મેષ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. – આ સપ્તાહ દરમિયાન…. બે ગ્રહો શુક્ર અને શનિ રાશિ પરિવર્તન કરે છે, જે દેશના વાતાવરણમાં અચાનક પલટો બતાવે છે. જે રાજકીય, સામાજિક, આર્થિક અને વરસાદી વાતાવરણ સંબંધે હોઇ શકે. જે લોકો, મક્કમતા સાથે શાંતિ અને સ્થિરતા રાખશે તે આગળ વધશે.
ભારતમાં ગરમી અને ઉકળાટમાં વધારો થાય. મોંઘવારી વધે, લોકો શાંતિ માટે પ્રયાસ કરે, રાજકીય ગરમાવો પણ જોવા મળે. રશિયા સામે યુદ્ધ વધારે લંબાય.
- Advertisement -
મેષ (અ, લ, ઇ)
આ સપ્તાહમાં આરોગ્ય સાચવવું પડશે. આહાર વિહારમાં કાળજી રાખીને મનોબળ વધારવાની જરૂર છે. કૌટુંબિક પ્રશ્નો કે વિવાદમાં સારી સફળતા મળે. સામાજિક પ્રસંગે યોગ્ય કદર થાય. આવકમાં સુધારો થાય. આર્થિક આયોજન ગોઠવી શકાય. બચત વધારવા માટે આ સપ્તાહ અનુકૂળ રહે. નોકરી-વ્યવસાયમાં અગાઉના અવરોધ દૂર થાય. સ્પર્ધાત્મક બાબતે સારો દેખાવ થઈ શકે. વિવાહ ઉત્સુક ભાઈ-બહેનો સાચી દિશામાં પ્રયત્નો કરશે તો પરિણામ મળશે.
વૃષભ (બ,વ,ઉ)
ધીમી છતાં મક્કમ પ્રગતિ થાય. આરોગ્ય મધ્યમ રહે. કૌટુંબિક કાર્યોમાં વિલંબથી સફળતા મળે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધે. નોકરી કે વ્યવસાયમાં ઉપરી અધિકારી તરફથી સહયોગ મળે. હકારાત્મક વલણથી આગળ વધી શકાય. પ્રગતિનો આંક ઊંચો જઈ શકે. મહેનત વધારવી પડશે. આર્થિક બાબતે સારી તક મળે. બચત વધારવાથી નજીકના સમયમાં સારો લાભ થાય. જીવનસાથી અંગેના પ્રયત્નોમાં શુભ સમાચાર મળે. પરદેશગમનના પ્રયત્નોમાં તથા એગ્રીમેન્ટના કાર્યોમાં સાવધાની રાખવી પડશે.
મિથુન (ક, છ, ઘ)
તમારું આરોગ્ય જળવાઈ રહે તે માટે માનસિક મનોબળ કેળવવાની જરૂર છે. કૌટુંબિક કાર્યમાં અનુકૂળતા રહે. સામાજિક ક્ષેત્રે આગળ વધી શકાય. આવકમાં સાધારણ ફેરફાર થાય. વિશેષ ધનખર્ચ રહે. ઉચ્ચ અભ્યાસમાં મહેનતનું ફળ મળે. પરદેશગમનના પ્રયત્નોમાં વિલંબ થાય. જીવનસાથીની પ્રગતિ તથા સંતાન અંગેના આયોજનમાં અનુકૂળતા રહે. નોકરી અંગે પરિવર્તન આવે. હરીફોથી સાચવવુ.
- Advertisement -
કર્ક (ડ, હ)
આ સપ્તાહના યોગો જીવનના વિવિધ ક્ષેત્રે પ્રગતિ સૂચવે છે. અગાઉના અવરોધ હળવા કરવા વિશેષ મહેનત જરૂરી છે. મહેનતનું શુભ ફળ મળી શકે. કૌટુંબિક સામાજિક બાબતે ધીરજથી સફળતા મળે. નોકરી કે વ્યવસાયમાં વિલંબથી કાર્ય થાય. ઉપરી વર્ગ સાથે વિવાદ ટાળવો. પરીક્ષામાં મહેનતનું શુભ ફળ મળે. પરદેશગમન અંગેના આયોજનમાં ધીમી પ્રગતિ થાય. આર્થિક બાબતે પ્રગતિ જણાય. છતાં ધનખર્ચ ઉપર સંયમ રાખવો પડશે. વિવાહ ઉત્સુક પાત્રોએ મહેનત વધારવી પડશે.
સિંહ (મ, ટ)
જન્મના ગ્રહ સારા હશે તો ઝડપથી પ્રગતિ થાય. આરોગ્ય મધ્યમ રહે. નાણાંકીય બાબતે એકાદ સારી તક મળે. મોટી ખરીદીમાં સાચવવું. કૌટુંબિક સુખ સારૂ રહે. સામાજિક બાબતે સફળતા મળે. વ્યવસાયમાં હરીફોથી સાચવવું. પરદેશ રહેતાં સ્નેહીથી શુભ સમાચાર કે સહયોગના યોગ છે. મૂડી રોકાણ બાબતે કાળજી રાખવી. પ્રવાસથી મધ્યમ લાભ થાય. નોકરીયાત વર્ગને મધ્યમ પ્રગતિ અનુભવાય. લગ્નોત્સુક ભાઈ-બહેનોને શુભ સમાચાર મળે. સ્પર્ધાત્મક પરીક્ષા કે ઉંચ્ચ અભ્યાસમાં મહેનતનું શુભ ફળ મળે.
કન્યા (પ, ઠ, ણ)
આરોગ્ય સાચવશો તો સારી પ્રગતિ થાય તેમ છે. કૌટુંબિક કાર્યોમાં સકારાત્મક વલણ રાખવું. આર્થિક અનુકૂળતા વધે. પ્રવાસમાં સાચવવુ. સ્થાવર તથા જંગમ મિલકતના પ્રશ્ને ધીરજથી આગળ વધવુ. ઉતાવળમાં કદાચ તમારી બચત ખોટી જગ્યાએ વપરાઈ ન જાય તે માટે કાળજી રાખવી. ધનખર્ચમાં સંયમ રાખીને બચત વધારવી, ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક ક્ષેત્રે પ્રગતિ જણાય. લગ્નોત્સુક પાત્રો માટે બે ત્રણ સપ્તાહ સુધીનો સમય શુભ ફળદાયી બની રહે. નોકરીયાત વર્ગને ફેરફાર આવી શકે.
તુલા (ર, ત)
નાના અવરોધ વચ્ચે પ્રગતિ થાય. નવીન આયોજન આગળ વધે. કૌટુંબિક કાર્યમાં ધીરજથી સફળતામળે. સામાજિક ક્ષેત્રે કદર થાય. ઉચ્ચ અભ્યાસ તથા સ્પર્ધાત્મક ક્ષેત્રે મહેનત વધારવી પડશે. નોકરીયાતને નાના પરિવર્તન જણાય છતાં પ્રગતિ જળવાઈ રહે. પ્રવાસનું પ્રમાણ ઘટાડવાની સલાહ છે. વ્યવસાયમાં અનુકૂળતા રહે. પરદેશગમન અંગે પ્રયત્ન હશે તો થોડો વિલંબ થાય. વિવાહ ઉત્સુકોએ પાત્ર પસંદગી બાબતે ઉદાર વલણ રાખવું પડશે.
વૃશ્ર્ચિક (ન, ય)
સંજોગો સામે ટકી રહેવા, આયોજનપૂર્વક મહેનત વધારવી પડશે. કૌટુંબિક તથા સામાજિક બાબતે અગાઉના અટવાયેલા કાર્ય આગળ વધે. મહેનતનું શુભ પરિણામ મળે. નવીન આયોજનમાં સફળતાના યોગ છે. આર્થિક બાબતે અનુકૂળતા રહે. ધનખર્ચમાં સંયમ રાખીને બચત વધારવી પડશે. જેનું પરિણામ વર્ષની આખરે જોવા મળે. ઉચ્ચ અભ્યાસમાં મહેનત વધારવી પડશે. પરદેશ રહેતાં સ્નેહી સંબંધી તરફથી સહયોગના શુભ યોગ છે. સંતાન અંગેના પ્રયત્નો હશે તો તેમાં પ્રગતિ જણાય.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
સંબંધો સાચવશો તો વર્ષના અંત સુધીમાં સારી પ્રગતિ થાય. વાહન અને પ્રવાસમાં સાચવવું. સામાજિક કાર્યોમાં અગાઉના અવરોધ હળવા બને. કાર્યક્ષમતા વધે. નોકરી વ્યવસાયમાં નાના પરિવર્તન આવે. વાદ વિવાદથી તેમજ હરીફોથી સાચવવું. નવીન આયોજનમાં આગળ વધી શકાય. ધનખર્ચમાં સંયમ રાખીને બચત વધારી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મળે. જીવનસાથી કે સંતાન અંગેના પ્રયત્નોમાં પ્રગતિ અનુભવાય. વિવાહ ઉત્સુક પાત્રોને પોતાના કોન્સેપ્ટમાં થોડો ફેરફાર કરવાથી સફળતા મળે.
મકર (ખ, જ)
જન્મ સમયના ગ્રહયોગો અનુકૂળ હશે તો પ્રગતિનો આંક ઊંચો જાય. મહેનતનું ફળ મળતું રહે. અગાઉના અવરોધ હળવા થાય. આરોગ્ય અને ખોરાક બાબતે સાચવવુ. ધનસુખ સારૂ રહે. આવકમાં વધારો થવાના યોગ છે. ધનખર્ચમાં આર્થિક આયોજનમાં સારી સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં થોડી તકલીફ સહન કરી લેશો તો ટૂંકા ગાળામાં સારૂ પરિણામ જોવા મળે. જીવનસાથી કે સંતાન બાબતે આયોજન હશે તો આગળ વધે. વિવાહ ઉત્સુક પાત્રોએ મહેનત વધારવી પડશે.
કુંભ (ગ, શ, સ)
સપ્તાહના અંત સુધીમાં તમારી મહેનત ફળે. કૌટુંબિક બાબતે અગાઉના અવરોધ હળવા બને. સામાજિક ક્ષેત્રે કદર થાય. નોકરી વ્યવસાયમાં અવરોધ વચ્ચે સફળતા મળે. જીવનમાં નાના ફેરફાર આવી શકે. આર્થિક બાબતે સમય સારો ગણાય. આયોજન મુજબ મહેનતથી પ્રગતિ જણાય. મિલકત અંગેના કાર્યમાં ધીરજપૂર્વક આગળ વધી શકાય. મોટી ખરીદીમાં બચત જળવાઈ રહે તે જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય ગણાય. વિવાહ ઉત્સુક પાત્રો માટે મહત્વનો સમય ગણાય.
મીન (દ, ચ, ઝ, થ)
ધીમી છતાં મક્કમ પ્રગતિના યોગ છે. જન્મના ગ્રહયોગો બળવાન હશે તો કાર્યદક્ષતા જળવાઈ રહેશે. ઊતાવળા થવાની જરૂર નથી. નોકરી-વ્યવસાયમાં તમારી કસોટી થાય. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં મહેનત વધારવાથી કદર થાય. પરદેશથી શુભ સમાચાર મળે. જીવનસાથી કે સંતાન અંગેના આયોજનમાં વિલંબથી સફળતા મળે. પ્રવાસથી સાચવવું. આર્થિક બાબતે આગળ વધી શકાય. મિલકત અંગેના કાર્યમાં અગાઉના અવરોધ દૂર થાય. જોકે ક્ષણિક નાણાંભીડ કે ધનખર્ચ વધુ રહે. વિવાહ ઉત્સુક પાત્રોએ ઉદાર વલણ રાખીને આગળ વધવુ પડશે.બુધવારે મગજ પર શાંતિ રાખવી.