કાળજાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો
રાજકોટ શહેર અને જિલ્લામાં આજે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ફેરફેર જોવા મળ્યો છે ઉપરાત વાતાવરણ ઠંડુ બન્યું છે ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે આજે ફરી વાતાવરણમાં પલટો આવતા લોકો ઠંડક નો અનુભવ કરી રહ્યા છે તમેજ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.