જો આપણાં હાડકાં નબળાં પડી જાય છે તો શરીર જવાબ આપી દે છે. તેથી આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા હાડકાં હંમેશા સ્ટ્રોન્ગ હોવા જોઈએ.
આપણાં હાડકાંમાં સતત ફેરફાર થતા રહે છે. એટલે કે જૂના હાડકાં સમયાંતરે રિપેર થતા રહે છે. આ પ્રક્રિયા બાળપણ અને જવાનીમાં ઝડપી થાય છે. તમે 30 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારા હાડકાના માસ પિક પર હોય છે. એટલે કે ત્યારે તમારૂ બોન માસ ઓછુ બને છે અને વધારે ઘટે છે.
- Advertisement -
ઓસ્ટીયોપોરોસિસ જેવી નબળા હાડકાની સ્થિતિ તમારા જીવનના પ્રથમ 30 વર્ષમાં મળતા બોન માસ પર નિર્ભર કરે છે અને ત્યાર બાદ કેટલી ઝડપથી હાડકા દ્રવ્યમાન ગુમાવે છે તેના પર. જો તમે ઈચ્છો છો કે તમારા હાડકા ઓલ્ડ એજ સુધી પણ મજબૂત રહે તો ડેલી હેબિટ્સમાં અમુક ફેરફાર કરવા જોઈએ.
હાડકાની મજબૂતી માટે શું કરશો?
- Advertisement -
કેલ્શિયમ રિચ ડાયેટ લો
હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તમારા હાડકાં સતત તૂટવાની અને બનાવવાની પ્રક્રિયામાં હોય છે, તેથી હાડકાંની મજબૂતી અને રચના માટે કેલ્શિયમયુક્ત આહાર લેવો જરૂરી બની જાય છે.
શરીરમાં ન થવા દો વિટામિન ડીની ઉણપ
વિટામિન ડી આપણા હાડકા માટે કેલ્શિયમ જેટલું જ જરૂરી છે. અહીં સુધી કે જો તમારી પાસે કેલ્શિયમની યોગ્ય માત્રા હોય, તો પણ તમારું શરીર વિટામિન ડીની મદદ વિના તેને અવશોષિત નહીં કરી શકે.
કેટલાક સંશોધનોમાં સામે આવ્યું છે કે જે લોકોને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી નથી મળતું, ખાસ કરીને બાળકો અને પુખ્ત વયના લોકોમાં હાડકાની ઘનતામાં ઘટાડો થયો છે. તેથી, આ પોષક તત્વો મેળવવા માટે, દરરોજ 15 થી 20 મિનિટ તાપમાં બેસો.
પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાઓ
તમારા હાડકાનો લગભગ 50 ટકા હિસ્સો પ્રોટીનથી બનેલો છે. તેથી તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. રિસર્ચ અનુસાર ઓછા પ્રોટીનનું સેવન કરવાથી કેલ્શિયમનું શોષણ ઓછું થઈ શકે છે અને હાડકાના નિર્માણ અને તૂટવાની પ્રક્રિયાને પણ અસર થઈ શકે છે.
વેટ બિયરિંગ એક્સરસાઈઝ કરો
જો તમે ઈચ્છો છો કે હાડકાં મજબૂત રહે તો આ માટે નિયમિત વજન ઉપાડવાની કસરત કરવી જોઈએ. આ માટે ચાલવું અને જોગિંગ કરવું જરૂરી છે, આ સિવાય સીડીઓ ચઢવાથી પણ હાડકાંની તંદુરસ્તી સુધરે છે.