ગુરુવારે સવારે પણ શેરબજારમાં નબળી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. અઠવાડિયાના ચોથા દિવસે સેન્સેક્સ 200 પોઈન્ટ સુધી ઘટ્યો છે.
વૈશ્વિક દબાણ હેઠળ આજે એટલે કે ગુરુવારે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારનું લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું અને સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 183.39 પોઈન્ટ ઘટીને 74,319.51ના સ્તરે ખૂલ્યો તો નિફ્ટી 58.90 પોઈન્ટ ઘટીને 22,645.80 પર છે.
શેરબજારમાં નબળાઈ વચ્ચે એસબીઆઈ, ઓએનજીસી, કોટક બેંક, હીંડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંકના શેરોમાં તેજી જોવા મળી, જ્યારે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, ડૉ. રેડ્ડીઝ, ટાઈટન, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા અને મહિન્દ્રાના શેરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
- Advertisement -
અગાઉ સ્થાનિક બજાર સતત 4 દિવસ નુકસાનમાં બંધ રહ્યું હતું. બુધવારે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 667.55 પોઈન્ટ (0.89 ટકા) ઘટીને 74,502.90 પર બંધ થયો હતો. જે થોડા દિવસો પહેલા બનાવેલા 76,009.68 પોઈન્ટના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલથી ઘણો નીચે છે. જ્યારે NSE નિફ્ટી ગઈકાલે 183.45 પોઈન્ટ્સ (0.80 ટકા) ઘટીને 22,704.70 પોઈન્ટ પર આવી ગયો હતો.