-ભારત અમારી પાસે 200 ટકા ડયુટી વસુલે છે, અમે કંઈ પણ વસુલતા નથી: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી કહ્યું હતું કે અમે સતામાં આવશું તો ભારત પર ટેકસ લગાવશું. અમેરિકાના પુર્વ પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડકટસ પર ઉંચા ટેકસનો મુદો ઉઠાવ્યો છે અને ધમકી આપી છે કે જો તેઓ આવતા વર્ષે સતામાં આવશે તો ભારત પર ટેકસ લગાવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે અમેરિકાના તેમના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ટેરિફ કીંગ ગણાવ્યું હતું. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ભારતના ટેકસના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે, જયારે ભારત અહીં ખૂબ ઉંચા ટેકસ લાદે છે. તેમણે કહ્યું હતું કે હું એક સમાન ટેકસ ઈચ્છુ છું. ટેકસેશનના મામલામાં ભારત ઘણું આગળ છે. હાર્લી ડેવિડસન મોટર સાઈકલ પરના ટેકસને જોઈને આ સ્પષ્ટપણે દેખાય છે. હું તો માત્ર એટલું જ પૂછવા માગું છું કે ભારત જેવી જગ્યાએ આ કેવી રીતે થઈ શકે.
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમારી પાસેથી 200 ટકા ડયુટી વસુલતું હોય અને અમે તેમની પાસેથી ઉત્પાદનો માટે કંઈપણ વસુલતા નથી તો શું અમે તેમની પાસેથી 100 ટકા ડયુટી વસુલી શકીએ? આના પર ના કહેવાયું. પછી મેં પછી 50 ટકા, 25 ટકા, 10 ટકા ચાર્જ લેવાનું કહ્યું પણ ભારત તરફથી એક જ જવાબ મળ્યો ના. જો ભારત અમારા પર ટેકસ લાગે છે તો હું પણ એવું જ ઈચ્છું છું. તમે આનો બદલો કહી શકો છો.



