ઈરાનમાં સરકાર સામે વિરોધ-પ્રદર્શન જારી, તેહરાનની હોસ્પિટલ સામે લાશોના ઢગલાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર અમેરિકા સાથેના વેપારમાં 25% ટેરિફ લગાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી આ ટેરિફ અંગે સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો ચાલુ છે. આ પ્રદર્શનોમાં લગભગ 600 લોકો માર્યા ગયા છે.
ઈરાન પર અમેરિકા પહેલાથી જ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાન સાથે વેપાર કરનારા મુખ્ય દેશોમાં ચીન, સંયુક્ત અરબ અમીરાત અને ભારતનો સમાવેશ થાય છે. ટેરિફ લાગુ થવા પર આ દેશોના અમેરિકા સાથેના વેપાર પર અસર પડી શકે છે.
ઈરાનમાં છેલ્લા 17 દિવસથી સરકાર અને સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનો આર્થિક સંકટથી શરૂ થઈને હવે સત્તા વિરુદ્ધ પહોંચી ગયા છે.
અમેરિકાના માનવાધિકાર સંગઠન ઇંછઅગઅ અનુસાર, પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 599 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સરકાર પ્રદર્શનોને રોકવા માટે રેડ લાઇન પાર કરી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકા ‘કડક વિકલ્પો’ પર વિચાર કરી રહ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં પ્રદર્શનકારીઓ સાથે જે થઈ રહ્યું છે, તેના પર અમેરિકાની નજર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાન રેડ લાઇન પાર કરી ચૂક્યું છે, તો તેમણે કહ્યું, એવું લાગી રહ્યું છે કે તેઓ આવું કરવા લાગ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાને અમેરિકાનો સંપર્ક કરીને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. બેઠક નક્કી કરવા અંગે વાતચીત ચાલી રહી છે. જોકે, પરિસ્થિતિને જોતા તેમને પહેલા કાર્યવાહી કરવી પડી શકે છે, કારણ કે મૃત્યુઆંક વધી રહ્યો છે અને ધરપકડો ચાલુ છે.



