બુલેટ કે બેલેટ, ભારત પસંદ કરે: વડાપ્રધાન મોદીને ચેતવણી: ટ્રુડોએ ટેકો આપતા ખાલીસ્તાની નેતા બેફામ
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયેલ પર હમાસના હુમલા અને વ્યાપક ખાનાખરાબી વચ્ચે હવે કેનેડા સ્થિત ખાલીસ્તાની વોન્ટેડ આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ પંજાબમાં પણ હમાસ જેવા હુમલાની ધમકી આપી હતી. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હમાસના હુમલામાંથી બોધપાઠ લેવાની ચેતવણી આપી હતી. હાલમાં જ કેનેડામાં ખાલીસ્તાની આતંકીની હત્યા પછી ભારત અને કેનેડા વચ્ચે વધેલા વિવાદ તથા ખાલીસ્તાનીઓ દ્વારા કેનેડા સહિતના પશ્ર્ચીમી દેશોમાં અલગ ખાલીસ્તાન મુદે કરાયેલા દેખાવો
ઉપરાંત હમાસ સહિતના આતંકી સંગઠનોની તરફેણમાં પણ ખાલીસ્તાનીઓના દેખાવોથી ભારત ભડકયુ છે તે વચ્ચે પન્નુએ આપેલી ધમકીને ગંભીરતાથી લેશે. ભારતે કેનેડા સરકાર સામે ખાલીસ્તાનીઓને કાબુમાં રાખવા તથા ભારત વિરોધી પ્રવૃતિ તેની ધરતી પર ના થાય તે નિશ્ર્ચિત કરવા જણાવ્યુ છે છતાં કેનેડાએ અભિવ્યક્તિ તથા વાણી સ્વતંત્રતાના નામે કોઈ પગલા લેવાનો ઈન્કાર કર્યો છે તે વચ્ચે પન્નુએ ધમકી આપતા કહ્યું પંજાબને મુક્ત કરાવીને જ જંપીશું.
જો ભારતે પંજાબ પર તેનો કબ્જો ચાલુ રાખ્યો તો ચોકકસપણે તેનો જવાબ અપાશે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર નથી તેણે ગીધ્ધડ ધમકી સાથે પંજાબને આઝાદ કરી દેવા ભારતને ચીમકી આપી હતી. તેઓ વોટીંગ ઈચ્છો છો કે ગોળી બેલેટ કે બુલેટ તે નકકી કરવાનો સમય આવી ગયો છે. હાલમાં જ પન્નુએ વર્લ્ડકપનો ભારત-પાક મેચ જે અમદાવાદમાં રમાવાનો છે ત્યાં હુમલા અને ખાલીસ્તાની ધજાઓ ફરકાવવાની પણ ચેતવણી આપી હતી.