- બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને મોદી વચ્ચે 7 સમજુતીઓ પર કરાર
ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે ભારતના વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. બન્ને દેશો વચ્ચે પરસ્પર સંબંધ અને વ્યાપારને નવી ઉંચાઈઓ આપવા માટે કુશિયારા નદી જલ વહેંચણી સહિત જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિત સાત સમજુતીઓ પર હસ્તાક્ષર થયા હતા.
આ અંગેની વિગત મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની ચાર દિવસની યાત્રાએ ગઈકાલે સોમવારે આવી પહોંચ્યા હતા. પ્રથમ દિવસે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે બેઠકમાં અનેક મુદા પર ચર્ચા કરી હતી.
- Advertisement -
Sheikh Hasina meets Indian counterpart Narendra Modi at Hyderabad House
Read @ANI Story | https://t.co/ZbZiZVpPaY#SheikhHasina #NarendraModi #BangladeshPM pic.twitter.com/HHbLwb44H9
— ANI Digital (@ani_digital) September 6, 2022
- Advertisement -
આજે વડાપ્રધાન મોદી સાથેની બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પરસ્પર સંબંધો અને વ્યાપારને નવી ઉંચાઈ આપવા માટે કુશિયારા નદીના પાણીની વહેંચણી સહિત જળ વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિત 7 સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
બાંગ્લાદેશના વડાપ્રધાન અને ભારતના પીએમ મોદીની આ મુલાકાત રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી. આ તકે શેખ હસીનાએ જણાવ્યું હતું કે ભારત અમારો મિત્ર છે. જયારે પણ હું અહી આવી છું, મારા માટે ખુશીની વાત છે. ખાસ કરીને અમે અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ કરીએ છીએ.
Delhi | Prime Minister Narendra Modi and Bangladesh PM Sheikh Hasina arrive at Hyderabad House to hold a meeting. pic.twitter.com/FG2Pn9ehG5
— ANI (@ANI) September 6, 2022
અમારા અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. મિત્રતા થકી આપણે કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારું મુખ્ય ધ્યાન ગરીબીને દૂર કરી અર્થવ્યવસ્થાને વિકસીત કરવાનું છે.