19મી સદીમાં એલોપથી દ્વારા લોકોમાં એવું જૂઠ ફેલાવવામાં આવ્યું હતું કે તેમની દવાઓની જેટલી ભયંકર આડઅસર થશે, દર્દીનો એટલો જ સચોટ ઈલાજ થશે. આમ તે સમયે દર્દી અને તેના પરિજનો આડઅસરની રાહ જોયા કરતા અને એવી અસર થાય ત્યારે બધા ખુશ થઈ જતાં કે સાચી સારવાર થઈ છે. આજે એલોપથીમાં લોકોને જે અંધશ્રદ્ધા છે તે આમ મજબૂત કરવામાં આવી હતી!
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ડિંગેડિંગ સામે હોમિયોપેથીએ 19મી સદીમાં મુખ્ય પ્રવાહની તબીબી સંભાળ માટે સૌથી મોટો અને સૌથી સંગઠિત પડકાર ફેક્યો હતો. 1898 સુધીમાં હોમિયોપેથ પાસે 9 રાષ્ટ્રીય અને 33 રાજ્ય મેડિકલ સોસાયટીઓ, 140 હોસ્પિટલો, 20 મેડિકલ કોલેજો અને 31 મેડિકલ જર્નલ્સ હતા
- Advertisement -
કહે છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં છેક તેના આવિષ્કારથી લઈ આજ દી સુધી સત્તત નવા સંશોધનો થઈ રહ્યા છે. એટલે કે ગઈકાલે એક રોગ બાબતે તેમને જે જ્ઞાન હતું તેના કરતાં આજે વધુ છે અને અલગ પણ છે તથા આ જ રીતે આવતીકાલે તેઓ આ જ બાબતે કાઇક અલગ વાત પણ કરે! કારણ કે તેમનું વિજ્ઞાન સત્તત વિકસી રહ્યું છે તેમાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે.સાંભળવામાં આ વાત બહુ સારી લાગે પરંતુ તેના ઘણા સૂચિતાર્થ છે. સત્તત સંશોધનો એ જ અગર જો આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની વિશિષ્ઠ બાબત છે તો સવાલ એ પણ ઊભો થાય કે તો પછી ગઈકાલ સુધીનું તેમનું જે જ્ઞાન હતું, રોગ અને નિદાન વીશે તેમના જે નિષ્કર્ષ હતા તેનું વાસ્તવિક મૂલ્ય શું? તે કેટલા સાચા? તેના આધારે વિકસાવવામાં આવેલા ઔષધો અને સારવાર કેટલી યોગ્ય? તેમના ગઈકાલ સુધીના જ્ઞાનની અપરિપકવતા, કચાશના કારણે માનવજાતે શું શું વેઠવું પડ્યું છે? તેઓએ માનવીની મૂળભૂત નસ્લને ક્યાં પ્રકારની હાની પહોંચાડી છે? આ બધા સવાલોના કોઈ સાચા ઉત્તર ખરા? કોની પાસેથી મળે આ ઉત્તરો?
સાચી વાત તો એ છે કે જે કેટલાક લોકો આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની સિદ્ધિઓના ગીત ગાય છે તેમને ખબર છે વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની એક સંક્ષિપ્ત વ્યાખ્યા કહે છે કે જભશયક્ષભય ળયફક્ષત તુતયિંક્ષયશિંતયમ બજ્ઞમુ જ્ઞર સક્ષજ્ઞૂહયમલય. પણ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં નોલેજના નામે જે કાઈ છે તે સમયાતીત ધારણાઓ અટકળો અને ટાંચા નિષ્કર્ષ છે. ઞહશિંળફયિં ષીમલયળયક્ષિં ક્યાં છે? અંતિમ સત્ય ક્યાં છે? અને તેથી જ આડઅસરો વીનાની દવાઓ ક્યાં છે? કોઈ પણ ચુંક વીનાના નિદાન ક્યાં છે? અરે ભાઈ એલોપથી કરતા તો તેના આવિર્ભવનાં હજારો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલું અનેક અનેક ગણું પરિપૂર્ણ છે. હજજારો વર્ષ પહેલાં સૂચવવામાં આવેલા ઔષધો આજે પણ ઉજ્વળ પરિણામો આપે છે. એટલી જ પ્રાચીન એવી તેની નિદાન પદ્ધતિ આજે પણ દર્દીના શરીર અને મનની સ્થિતિ વીશે બિલકુલ સચોટ તારણો આપે છે.
ખેર, આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના મૂળ ગોત્ર અને મૂળ સંસ્કારને સમજવા કેટલીક બાબતો જાણવી અત્યંત રસપ્રદ બની રહે એમ છે.
- Advertisement -
સદીઓ પહેલાં એલોપથીમાં પણ સારવાર માટે જળોનો ઉપયોગ થતો જેને આજે તે વખોડે છે. રોગને પારખવા તેઓ પારાનો પણ એટલો જ વ્યાપક ઉપયોગ કરતા હતા. એલોપથીના નિદાન અને સારવાર પર તમે જિંદગીભર ભરોસો કર્યા કરો તો છેવટે તમને ખ્યાલ આવે કે તમે એવી જગ્યાએ આવી પહોંચ્યા છો જ્યાં તમારે આવવું જ ન્હોતું. આ તમામ ઉપરાંતની વાત એ છે કે જેને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કહેવામાં આવે છે તેના પ્રણેતા અને પ્રવર્તકો પ્રથમથી જ અનેક રાજકીય અને સામાજિક દૂષણોના સમર્થન અને સંવાહક પણ હતા. આ સંદર્ભમાં એક અજાણી એવી વાત એ છે કે આજે આપણે જે એલિઝાબેથ બ્લેકવેલને અમેરિકાના પ્રથમ મહિલા તબીબ તરીકે માન સન્માન આપીએ છીએ તે એલિઝાબેથને 1847માં જીનીવા મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે સમગ્ર ક્ષેત્ર અને પશ્ચિમમાં હોબાળો મચી ગયો હતો! સમગ્ર મેડિકલ ફેતરનીતી તેના પ્રવેશની વિરુદ્ધમાં તો હતી પરંતુ મહિલાઓને પ્રવેશ ન આપવો તેવો કોઈ સ્પષ્ટ નિયમ ન હોવાના કારણે તેમના ફોર્મને રિજેક્ટ કરી શકાયું નહોતું. છેવટે સંચાલકોએ આ મામલો વિદ્યાર્થીઓના મતદાન પર છોડી દીધા બાદ એલિઝાબેથને વિદ્યાર્થીઓએ સર્વાનુમતે વધાવી લીધા હતા. ઈવન આ નિર્ણય પછી પણ સામાજિક કનડગતના કારણે પ્રવેશ મળ્યાના ઘણા દિવસ પછી તે કોલેજ આવી શક્યા હતા. છેક 20મી સદીના ઉત્તરાર્ધ સુધી પશ્ચિમની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો મહિલાઓ માટે માથાના દુ:ખાવાની વાત બની રહેતી. તે સમયમાં મહિલા તબીબને પશ્ચિમમાં “ડોકટર મોમ” તરીકે સંબોધન કરવામાં આવતું. તેનું કારણ એ હતું કે મહિલા તબીબોને તે વખતે પોતાના પરિવાર કે તેની આસપાસના કેટલાક પરિવારોની જ સારવાર કરવાની છૂટ હતી. પશ્ચિમમાં મહિલા તબીબો તે વખતે કેવળ પ્રસૂતિ કે સ્ત્રી સંબંધિત બાબતોની જ સારવાર કરી શકતી હતી.
કુદરતી વનસ્પતિઓ અને અન્ય પ્રાકૃતિક પદાર્થોના પરંપરાગત ઉપયોગોનું પોતાના નામે દસ્તાવેજીકરણ કરવામાં એલોપેથ પીપલ શરૂઆતથી જ માહેર છે. પશ્ચિમના જ વનસ્પતિ ઉપચારક સેમ્યુઅલ થોમસને આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં વનસ્પતિ ઉપચારની એક સરળ સિસ્ટમ વિકસાવી હતી પરંતુ જતે દાહદે તેમનું નામ ભુસાઈ ગયું હતું અને તેમની ઘણી ખોજ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ચોપડે ચડી ગઈ હતી.
19મી સદીમાં “ફ્રેનોલોજી” પણ ચિકિત્સા અને લક્ષણ શાસ્ત્રનો એક ભાગ હતું. તેમાં માથાના કદ, આકાર અને માથામાં રહેલા નાના મોટા ખાડા કે ઉપસેલા ભાગના આધારે વ્યક્તિનો રોગ, સ્વભાવ અને તાસીર પારખવામાં આવતા. ઘણી વખત આ કદ અને આકારના આધારે અનેક લોકોને નોકરીઓ આપવાનો ઇન્કાર પણ કરવામાં આવતો હતો. આ બધી બાબતો અત્યંત વિવાદાસ્પદ રહી હતી. આ વિષયના પાયોનીયાર એવા
18મી સદીના ફ્રેનોલોજિસ્ટ ફ્રાન્ઝ જોસેફ ગેલ દ્વારા મગજને મોટર અને સંવેદનાત્મક કાર્યો સાથે વિવિધ ભાગોમાં વિભાજિત કરવા સામે પણ તે વખતે ઘણો વિરોધ થયો પરંતુ આ વાતને બસ્સો વર્ષ પછી એલોપથી તેને આંશિક સત્ય તરીકે સ્વીકારે છે. આમ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં ક્યારે ક્યું સત્ય જૂઠ બની જાય કે ક્યારે ક્યું જૂઠ સત્ય બની રહે તે નિશ્ચિત હોતું નથી.
ઑસ્ટ્રિયન વિન્સેન્ટ પ્રિસ્નિટ્ઝે 19મી સદીના પોતાની જળ ચિકિત્સા વિકસાવી હતી. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન દ્વારા તેનો ભરપૂર વિરોધ થયો હતો પણ છેવટે આજે સ્વાસ્થ્યના સંદર્ભમાં પાણીનું મહત્વ સમજી રહ્યા છીએ.
19મી સદીમાં એલોપથી દ્વારા લોકોમાં એવું જૂઠ ફેલાવવામાં આવ્યું હતું કે તેમની દવાઓની જેટલી ભયંકર આડઅસર થશે, દર્દીનો એટલો જ સચોટ ઈલાજ થશે. આમ તે સમયે દર્દી અને તેના પરિજનો આડઅસરની રાહ જોયા કરતા અને એવી અસર થાય ત્યારે બધા ખુશ થઈ જતાં કે સાચી સારવાર થઈ છે. આજે એલોપથીમાં લોકોને જે અંધશ્રદ્ધા છે તે આમ મજબૂત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં એટલું ચોક્કસ કહેવું પડે કે અલબત્ત આયુર્વેદમાં હજજારો વર્ષથી આડઅસર વીનાની સારવાર છે પણ તે વાતને પોતાની અનેક દવાઓ દ્વારા એલોપથી સામે વૈશ્વિક સ્તરે મૂકવાનું શ્રેય હોમિયોપથીના પ્રણેતા સેમ્યુઅલ હનીમાનને જ જાય છે. આ બધા પછી 19મી સદી દરમિયા પશ્ચિમમાં ડોકટરી ધંધો ખોટનો વેપલો બન્યો હતો. કેટલાક કિસ્સાઓમાં ડોકટર બેકારીથી કંટાળી લૂંટફાટમાં પણ ઝડપાયા હતા.
પશ્ચિમના અને ઈવન ભારતના કેટલાક લોકો પણ હિપ્નોસિસ અને અચેતન મનની આધુનિક વિભાવનાઓના પ્રણેતા તરીકે ફ્રોઈડનું નામ આગળ કરે છે પરંતુ ભારતમાં આ હજજારો વર્ષ પહેલાં આ વિષયો પર અઢળક કામ થયું જ હતું.
એલોપથીની દવાઓમાં તેની રજિસ્ટર્ડ ફોમ્ર્યુલા સિવાયના પદાર્થો ઉમેરવાની પરંપરા સદીઓથી આજ દી સુધી ચાલુ છે. માર્કેટમાં પેટન્ટ કરાવ્યા વિનાની અનેક દવા ફરે છે. તેનું કારણ એ છે કે પેટન્ટ કરાવવા તેની ફોમ્ર્યુલા અધિકૃત રીતે જાહેર કરવી જરૂરી છે.
મુખ્ય પ્રવાહના ડોકટરોએ તેમના પોતાના નામના બ્રાન્ડ ઉપાયોનું માર્કેટિંગ અને વેચાણ કર્યું, અખબારો અને સામયિકોમાં તેની જાહેરાત કરી અને સ્ટેજ પર લઈ ગયા – કહેવાતા ક્વેકની તમામ યુક્તિઓ.
એંગોસ્ટુરા બિટર્સ, કોકા-કોલા, ડો. મરી, ટોનિક વોટર અને હાયર રુટ બીયર પેટન્ટ દવાઓ તરીકે જીવનની શરૂઆત કરી.
19મી સદીના મોટા ભાગના સમયગાળા દરમિયાન મેડિકલ લાઇસન્સિંગ કાયદા નબળા અને અસ્તિત્વમાં ન હતા. લગભગ કોઈ પણ વ્યક્તિ દવાની પ્રેક્ટિસ કરી શકે છે અને તેને અથવા પોતાને ડોક્ટર કહી શકે છે. સદીના અંત સુધી, ઘણા ડોકટરો ક્યારેય તબીબી શાળામાં પણ ગયા ન હતા.
હોમિયોપેથિક તબીબી શાળાઓમાં શૈક્ષણિક ધોરણો અને તાલીમ ઘણીવાર 19મી સદીમાં મુખ્ય પ્રવાહની તબીબી શાળાઓ કરતાં વધી ગઈ હતી.
હોમિયોપેથીએ 19મી સદીમાં મુખ્ય પ્રવાહની તબીબી સંભાળ માટે સૌથી મોટો અને સૌથી સંગઠિત પડકાર ફેક્યો હતો. 1898 સુધીમાં હોમિયોપેથ પાસે 9 રાષ્ટ્રીય અને 33 રાજ્ય મેડિકલ સોસાયટીઓ, 140 હોસ્પિટલો, 20 મેડિકલ કોલેજો અને 31 મેડિકલ જર્નલ્સ હતા.