લોકશાહીમાં રાજકીય પક્ષો એકબીજાની ટીકા કરે તે સ્વીકાર્ય પણ સંયમ હોવો જોઈએ: જે આજે દેખાતો નથી: ભાગવતની ટકોર
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સરસંઘ ચાલક (વડા) શ્રી મોહન ભાગવતે દેશમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ તથા મતભેદ સહિતના મુદાઓ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરહદ પરના દુશ્મનોના બદલે આપણે આંતરિક રીતે એકબીજા સાથે લડી રહ્યા છીએ. આપણે દુશ્મનને આપણી તાકાત દેખાડવાના છે તેના બદલે એક બીજાને તાકાત દેખાડી રહ્યા છીએ.
- Advertisement -
નાગપુરમાં વાર્ષિક સંઘ શિક્ષા વર્ગની પુર્ણાહુતી સમયે દેશભરમાંથી આવેલા સ્વયંમસેવકોને સંબોધન કરતા શ્રી ભાગવતે ઈસ્લામનો મુદો પણ ઉખેળ્યો હતો અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશ જઈને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ- ભાજપની ટીકા કરે છે. તેનો પણ જવાબ આપ્યો હતો.
શ્રી ભાગવતે ઈસ્લામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિદેશી આક્રમણકારીઓની સાથે ઈસ્લામ ભારતમાં આવ્યો. પુરી દુનિયામાં ઈસ્લામનું આક્રમણ થયું. સ્પેનની મેગોલીયા સુધી તે છવાઈ ગયો પણ ધીમે ધીમે સ્થાનિક લોકોએ આ આક્રમણકારીઓને હરાવ્યા અને તેથી ઈસ્લામ તેના કાર્યક્ષેત્રમાં સિમીત થઈ ગયો હતો.
શ્રી ભાગવતે કહ્યું કે, વિદેશીઓ તો ચાલ્યા ગયા પણ ઈસ્લામની પૂજા અહી સુરક્ષિત કરતા ગયા કેટલી સદીથી તે ચાલતી રહી છે. શ્રી ભાગવતે કહ્યું કે, ઈસ્લામ ભારતમાં સુરક્ષિત તેની પૂજા પણ સુરક્ષિત પણ તમોએ વિદેશી મૂળ ભુલવું પડશે. આજે પણ ભારતમાં એ લોકો છે (ઈસ્લામ) જેઓ વિદેશી પ્રભાવ હેઠળ છે. તેઓ ભારતના છે તે સમજવું પડશે. જો તેમના વિચારોમાં કોઈ ક્ષતિ હોય તો તે સુધારાની જવાબદારી આપણી હશે.
- Advertisement -
ભારતની અખંડતા પર શ્રી ભાગવતે કહ્યું કે, દેશ માટે તમામે બલીદાન આપવા પડશે. રાષ્ટ્ર માટે સૌએ એક થવાની જરૂર છે. આપણા પુર્વજો તો આજ દેશના હતા પણ જે આક્રમણકારીઓ બહારથી આવ્યા તેમાં ઈસ્લામને લેતા આવ્યા છે પણ હવે જેઓ ભારતમાં છે તેણે તેનું મૂળ ભુલવું પડશે. શ્રી ભાગવતે રાજકીય પક્ષો એક બીજાની ટીકા કરી શકે છે તે લોકશાહી છે પણ દરેકમાં મર્યાદા હોવી જોઈએ. જે આજે જોવા મળતી નથી.