વડાપ્રધાન મોદી ગુરૂવારના રોજ કેરળ પહોંચ્યા હતા. આ દરમ્યાન મોદીએ દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીને લઇને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી વ્યક્તિઓની સામે થતી કાર્યવાહીના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કેટલાક રાજનૈતિક સમૂહ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોને બચાવવા માટે ખુલ્લેઆમ એકજૂટ થઇને સંગઠીત થવાની કોશિશ કરી રહ્યા છે.
આ નિવેદન પર પલટવાર કરતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, કેન્દ્રમાં કોઇ છે, તેઓ શું બોલે છે, અમે તેના પર ધ્યાન આપતા નથી. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે, તેઓ ભ્રષ્ટાચારીઓને નથી બચાવી રહ્યા. પરંતુ જે એક રાજ્યમાંથી બીજા રાજયમાં લઇ જવાનું કામ છે, તેને લઇને વડાપ્રધઆન મોદીને જાતે ગંભીરતાથી વિચારણા કરવી જોઇએ.
- Advertisement -
વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું જયારે, વિપક્ષનો દળ ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઇને સતત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી રહ્યું છે. એવામાં વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે જ લાલૂ પ્રસાદ યાદવને લઇને નીશીત કુમાર પર નિશાનો સાધ્યો. જો કે, વડાપ્રધાન મોદીએ કોઇનું પણ નામ લઇને કિધું નથી.