ભૌતિક સુવિધાઓની સાથે પારિવારીક લાગણીનો અનેરો સમન્વય
200 કાર્યકર્તાઓની દેવદુર્લભ ટીમ: દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં તમામ તહેવારોની ઉજવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નાના એવા ઢોલરા ગામમાં કાર્યરત સમર્પણ ચેરિટેબલ રાજકોટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ આજે તેના વડીલવંદના અને શ્રવણરૂપી અવિરત સેવાયાત્રાના 27 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સુદીર્ઘ સેવાયાત્રાની સફરની માહિતી આપતાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, નિદત બારોટ, ધીરુભાઈ રોકડ, વસંતભાઈ ગાદેશાએ જણાવ્યું છે કે બરાબર આજથી 27 વર્ષ પહેલાં આંગળીના વેઢે ગણી શકાય તેવા ઉત્સાહી સમર્પિત તરવરિયા તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા યુવાનોએ સમાજને કંઈક નવું ભેટ આપવાના શુભાશયથી રાજકોટ શહેરથી 14 કિલોમીટર દૂર ગોંડલ રોડ પર આવેલ ધરતીપુત્રોના ઐતિહાસિક ગામ ઢોલરામાં ભારત ભામાશા દિપચંદભાઈ ગારડી, નિવૃત્ત શિક્ષક સ્વ. ઉર્મિલાબેન રામેશ્ર્વરભાઈ શુક્લ અને પૂર્ણિમાબેન સુધીરભાઈ જોષીના શ્રીદાનથી શરૂઆત કરીને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી પરંતુ સમાજની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સ્થાપના કરેલ અને આ દીકરાનું ઘરમાં કળિયુગી સંતાનોથી દુભાયેલા, તરછોડાયેલા નિરાધાર નિ:સંતાન માતા-પિતાઓ છેલ્લા 27 વર્ષથી આનંદથી પોતાની પાછોતરી જિંદગી પસાર કરી રહ્યા છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપતાં સંસ્થાના ટ્રસ્ટી અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ આદ્રોજા જણાવે છે કે ત્રણ એકર જમીનમાં વૃદ્ધાશ્રમ નહીં પરંતુ આનંદાશ્રમ કહી શકાય તેવા અલ્ટ્રા મોડર્ન ફેસિલીટી ધરાવતા વડીલોને રહેવા માટે અદ્યતન સુવિધાથી સજજ હવા ઉજાસવાળા રૂમો, વિશાળ ભોજનખંડ, ઓડિટોરિયમ, ધર્મ-ધ્યાન માટે શિવમંદિર, ગણપતિ મંદિર, ધ્યાન કુટિર, ભારત માતા મંદિર, ગૃહપતિ નિવાસ, આઈ.સી. સેન્ટર, ગાર્ડન, રિસેપ્શન રૂમ, શ્રવણની પ્રતિકૃતિવાળો આકર્ષક પ્રવેશદ્વાર, સ્ટાફ કવાર્ટર, ગેસ્ટ રૂમ, રમત-ગમતનું મેદાન, ફોટો ગેલેરી, એમ્બ્યુલન્સ વાહન, રિક્રીએશન રૂમ, ડિસ્પેન્સરી સહિતની તમામ સુવિધાઓ વડીલ માવતરોના આનંદદાયક અને આરામદાયક જીવનના નિર્વાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. સંસ્થામાં પ્રવેશ મેળવનાર વડીલો પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તમામને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.
દેશ-વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લેનારા મહાનુભાવો અને મુલાકાતીઓ અંગે માહિતી આપતાં સંસ્થાના હરેશ પરસાણા, ઉપેન મોદી, સુનિલ મહેતા, પ્રવીણ હાપલિયા, હરેન મહેતા, અશ્ર્વિનભાઈ પટેલ જણાવે છે કે 27 વર્ષની સેવાયાત્રા દરમિયાન સર્વક્ષેત્રિય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ અધ્યક્ષ સ્વ. ધીરુભાઈ શાહ, રાજેન્દ્ર ત્રિવેદી, પૂજ્ય સ્વામિ સચ્ચિદાનંદજી, પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, પૂજ્ય પરામાત્માનંદજી, જાણીતા કવિ કૃષ્ણ દવે,
દીકરાનું ઘરના માવતરોએ ટ્રેન-બસ ઉપરાંત હવાઈ અને દરિયાઈ મુસાફરી દ્વારા તીર્થયાત્રાઓ કરી
- Advertisement -
27 વર્ષની સેવાયાત્રામાં સહયોગી બનનાર સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માનતા મુકેશ દોશી
હર્ષદ ચંદારાણા, સંજુ વાળા, કવયિત્રી કાલિન્દી પારેખ, નાટ્ય જગતના ભરત યાજ્ઞિક, કૌશિક સિંધવ, નિર્લોક પરમાર, પદ્યશ્રી હેમંત ચૌહાણ, એન.આર.આઈ. સહિતના દેશ-વિદેશના મહાનુભાવો તેમજ આઠ લાખથી વધુ મુલાકાતીઓ લઈ ચૂક્યા છે અને સંસ્થાની પ્રવૃત્તિઓ નિહાળીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો માવતરોની ભાવવંદના કરવામાં આવે છે. ઉપરાંત સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે થઈ રહેલ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતાં કિરીટભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, પ્રજ્ઞેશ પટેલ, અશ્ર્વિનભાઈ આદ્રોજા, રાજદીપસિંહ જાડેજા, ગૌરાંગ ઠક્કર, જયેશ સોરઠીયા જણાવે છે કે પશુ-પક્ષીઓ માટેનું હરતું ફરતું કાયમી અન્નક્ષેત્ર કલરવ, પ્રતિ વર્ષ રાજકોટ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના ઘર દીવડાઓનું દીપચંદભાઈ ગારડી એવોર્ડથી અભિવાદન, આર્થિક નબળા પરિવારના તેજસ્વી છાત્રોને શિષ્યવૃત્તિ, થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિર, આનંદોત્સવ, સાઈકલ વિતરણ, વિધવા બહેનોને સિલાઈ મશીન, તબીબી સહાય, રક્તદાન- ચક્ષુદાન- દેહદાન થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન, સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા સાહિત્ય સેતુના માધ્યમથી કવિ સંમેલન, પુસ્તક વિમોચન, સર્જક સન્માન, પુસ્તક પરબ સહિતની પ્રવૃત્તિઓ, કોરોનાના કપરા કાળમાં રક્તદાન શિબિરો, પ્લાઝમા બ્લડની વ્યવસ્થા, કીટ વિતરણ, જરૂરતમંદોને દરરોજ ભોજન વ્યવસ્થા છેલ્લા સાત વર્ષથી પ્રતિ વર્ષ માતા-પિતાવિહોણી કે પિતા વિહોણી દીકરીઓના જાજરમાન સમૂહ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ જેમાં અત્યાર સુધીમાં 164 દીકરીઓના લગ્ન થયા છે. કુદરતી કે માનવીય આપત્તિવેળા સેવા પ્રવૃત્તિ સહિતના સેવા કાર્યો છેલ્લા 27 વર્ષથી દાતાઓના શ્રીદાનથી થઈ રહી છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનું વાતાવરણ હર્યુભર્યુ બની રહે વડીલોને એકલવાયુ ન લાગે તે માટે સંસ્થામાં ઉજવાતા તહેવારોની માહિતી આપતાં સંસ્થાના ડો. મયંક ઠક્ક્કર, શૈલેષ જાની, વીરાભાઈ હુંબલ, અજયભાઈ પટેલ, સંજય દવે જણાવે છે કે સંસ્થામાં રક્ષાબંધન, નવરાત્રિ, જન્માષ્ટમી, 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, રામનવમી, દીપોત્સવી પર્વ સહિતના તમામ ઉત્સવો ઉજવાય છે એટલું જ નહીં પવિત્ર શ્રાવણ માસ, પુરુષોત્તમ માસ ધામધૂમથી ઉજવાય છે.
દીકરાનું ઘર કોઈપણ પ્રકારની સરકારી સહાય વગર સંપૂર્ણપણે સમાજમાંથી મળતાં શ્રીદાનથી ચાલતી સંસ્થા છે. આ અંગે વધુ માહિતી આપતાં ઘનશ્યામભાઈ રાચ્છ, દિપક જલુ, હરીશભાઈ હરિયાણી, દોલતભાઈ ગાદેશા, યશવંત જોશી જણાવે છે કે સંસ્થાની પ્રવૃત્તિ વધુ સારી રીતે ચાલી શકે તે માટે સુખી અને માનવતાપ્રેમી દાતાઓને વડીલોને નાસ્તો, ભોજન, આજીવન તિથિ યોજના, વડીલ દત્તક યોજનામાં સહયોગ આપવા તેમજ પોતાના પરિવારમાં આવતા શુભ પ્રસંગોમાં દીકરાનું ઘરના માવતરોને યાદ કરવા જાહેર અપીલ સહવિનંતી છે. સંસ્થાને અપાતું દાન આવકવેરામાંથી બાદ મળે છે.,સંસ્થામાં રહેતા તમામ માવતરોને સરકારી તંત્રના સહયોગથી આયુષ્યમાન કાર્ડ તેમજ વૃદ્ધજન પેન્શન યોજનાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જરૂરતમંદ માવતરો માટે વ્હીલચેર, વોકર, ઈયરિંગ મશીન, દાંતના ચોકઠાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમયાંતરે માવતરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે તેમજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહીને અવસાન પામેલ દિવંગત વડીલોના મોક્ષાર્થે રાજકોટ તેમજ દેવભૂમિ હરદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજવામાં આવે છે.
સંસ્થાની મહિલા કમિટીના ચેતનાબેન પટેલ, ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન પટેલ, કાશ્મીરા દોશી, વર્ષાબેન આદ્રોજા, કલ્પના દોશી, પ્રીતિ વોરા, પ્રીતિ તન્ના, રાધીબેન જીવાણી, અલ્કા વોરા, અરૂણા વેકરીયા, ગીતા વોરા, નિશા મારૂ, કિરણબેન વડગામા સહિતના બહેનો પણ સક્રિય રસ લઈ કાર્યરત રહે છે.