યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સેફ છે
જે વ્યક્તિ જે પ્રકારે સમજશે, તેને તે ભાષામાં સમજાવવામાં આવશે: યોગી
- Advertisement -
સનાતન ધર્મના પ્રતિક જ્યાં પણ મળશે તેનું સંરક્ષણ કરવામાં આવશે
ઉત્તરપ્રદેશમાં મુ્સ્લિમ સૌથી સુરક્ષીત છે. વકફ બોર્ડનો કાયદો રદ્દ થવો જ જોઇએ કોઇ આંગળી મુકે તે જમીન તેની ન હોઇ શકે, આવો કાયદો બંધારણની વિરુદ્ધ છે
યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સેફ છે. બુલડોઝર ન્યાય બંધન કરવાની કોર્ટની સલાહ અંગે તેમણે કહ્યું કે, જે વ્યક્તિ જે પ્રકારે સમજશે, તેને તે ભાષામાં સમજાવવામાં આવશે. અમે કાયદો તોડનારાઓને સાંખી નહી લઇએ.
- Advertisement -
યોગી આદિત્યનાથે કરી મહત્વપુર્ણ ટિપ્પણી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાની ઇદગાહ મસ્જિદ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે મહત્વપુર્ણ ટિપ્પણી કરી છે. તેમણે ANI સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, અમે મથુરા અંગે કોર્ટના આદેશનું જ પાલન કરી રહ્યા છીએ નહી તો ત્યાં ઘણુ બધુ તઇ શક્યું હોત. આ વાત તેમણે તે સવાલના જવાબમાં જણાવી તેમને પુછવામાં આવ્યું કે, જ્યારે આ મામલો કોર્ટમાં છે તો પછી તમે કેમ ઉઠાવી રહ્યા છો.
યુપીમાં મુસ્લિમ સૌથી વધારે સુરક્ષિત છે
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષીત છે તો તેઓ પણ સેફ છે. બુલડોઝર ન્યાય બંધ કરવાની કોર્ટની સલાહ અંગે તેમણે કહ્યું કે, જે જે પ્રકારની ભાષા સમજશે તેને તે જ ભાષામાં સમજાવાશે.
મુસ્લિમો ઓરંગઝેબને જ આદર્શ માને છે
અખિલેશ યાદવ અને સપાાના લોકોની તુલના ઓરંગઝેબ અંગે કરાયેલા સવાલ પર યોગીએ કહ્યું કે, તેઓ તો તેને જ આદર્શ માને છે. સીએમ યોગીએ કહ્યું કે, આ લોકો મહારાણા પ્રતાપ, રાણા સાંગા, છત્રપતિ શિવાજી અને ગુરૂ ગોવિંદ સિંહ અંગે શું કહેશો. તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય. તેમણે વકફ બિલ અંગે કહ્યું કે, આજતકાન ઇતિહાસમાં વકફ બોર્ડે કયું કલ્યાણકારી કામ કર્યું છે. કોઇ પણ કામ એમણે કર્યું નથી. તેમણે કહ્યું કે, વકફ બોર્ડ જ્યાં પણ દાવો કરે છે તે સ્થળ તેની સંપત્તી બની જાય છે. આવું તો કઇ રીતે ચાલી શકાય. મને પણ આશ્ચર્ય થાય છે કે, આવો કેવો કાયદો છે કે તેઓ જ્યાં આંગળી મુકે તે જમીન તેમની. આ દેશના હિંતમાં અને મુસલમાનોના પણ હિતમાં છે.
તમામ દટાયેલા ઇતિહાસને બહાર કાઢવામાં આવશે
સંભલ અંગે વારાણસી સુધી નવા નવા મંદિરોને શોધવાની વાત અંગે યોગીએ કહ્યું કે, આપણે જેટલું પણ આવો દટાયેલો ઇતિહાસ છે તેને શોધી કાઢીશું. મથુરાના મામલે કોર્ટમાં હોવા અંગેના સવાલ પર યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે તો કોર્ટનું જ પાલન કરી રહ્યા છીએ નહી તો ઘણુ ઘણું થઇ ગયું હોત. તેમણે કહ્યું કે, તંત્રએ સંભલમાં અત્યાર સુધીમાં કુલ 54 ધાર્મિક સ્થળોની ઓળખ કરી છે. આ ઉપરાંત કેટલાક અન્યો માટે પ્રયાસ પણ ચાલી રહ્યો છે.
સનાતન ધર્મના તમામ પ્રતિકોનું સંરક્ષણ કરાશે
સનાતન ધર્મના પ્રતિક જ્યાં પણ મળશે તેનું સંરક્ષણ કરવામાં આવશે. કારણ કે તે દેશનો અમુલ્ય ઇતિહાસ અને ધરોહર છે. મંદિરોને તોડીને મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, ઇસ્લામ કહે છે કે, એવી ઇબાદતગાહ મંજુર નથી જે કોઇનું ધર્મસ્થળ તોડીને બનાવી હોય. તો પછી આ લોકોએ કેમ આ પ્રકારે મંદિરો તોડીને મસ્જિદો બનાવી.