રાજનાથ અને જયશંકર અમેરિકામાં : બાઈડન સાથે કરી મુલાકાત
ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાતચીત માટે રક્ષામંત્રી રાજનાથસિંહ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન પેંટાગન કાર્યાલયમાં અમેરિકન રક્ષામંત્રી લોયડ જે. આસ્ટિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જ્યાર બાદ અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અહીં તેમના સમકક્ષ અમેરિકન રક્ષામંત્રી લોયડ જે. આસ્મિનની સાથે ચોથી 2+2 વાતચીત કરી. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સામેલ થયા હતા.
અહીં તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સાથે પણ મુલાકાત કરી હતી. રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, વોશિંગટનમાં વ્હાઇટ હાઉસમાં આજે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. ભારત-અમેરિકા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો જેને પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિએ સંબોધિત કરી હતી. રક્ષામંત્રીએ અમેરિકન રક્ષા મંત્રી લોયડ જે. આસ્ટિન સાથે મુલાકાત અંગે ટ્વિટ કરીને જણાવ્યું. તેમણે જણાવ્યું કે, આજે પેન્ટાગનમાં અમેરિકન રક્ષા મંત્રી લોયડ જે. આસ્ટિનની સાથે શાનદાર મુલાકાત થઈ. આ દરમિયાન અમે દ્વિપક્ષીય રક્ષા સહયોગના તમામ મુદ્દાઓ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. તેમની આ મુલાકાત અંગે રક્ષા મંત્રાલયે માહિતી આપી છે.
- Advertisement -
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે બન્ને મંત્રીઓએ દ્વિપક્ષીય રક્ષા સહયોગ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિના તમામ મુદ્દાઓની સમીક્ષા કરી. બન્ને મંત્રીઓએ હિન્દ-પ્રશાંત અને વ્યાપક હિન્દ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત-અમેરિકા રક્ષા ભાગીદારીનો મહત્વ સ્વીકાર કર્યો.