અહીં બધુ અલગ અલગ છે તેમ છતાં અનાદિ કાળથી આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ: ભાગવત
સંઘ પ્રમુખ પદ્મનાભ સ્વામિ મંદિરમાં પૂજા-અર્ચના કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચીવ દતાત્રેય હોસબલે સહીત મુખ્ય 10 નેતાઓએ અહીં બે દિવસીય બેઠકમાં ભાગ લીધો હતો આ તકે મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘ હિન્દુઓને સંગઠીત કરે છે કારણ કે આપણે બધા હિન્દુ છીએ, હિન્દુ સમાજે સંગઠીત થવુ જોઈએ.
ભાગવતે કોઝીકોડમાં આયોજીત અમૃતશતમ વ્યાખ્યાન શૃંખલા વધુમાં જણાવ્યું હતું કે હિન્દુઓએ સંગઠીત થવુ જોઈએ.કારણ કે સંગઠીત સમાજ જ સમૃદ્ધ દેશનુ નિર્માણ કરે છે. આપણી ભાષાઓ છે. આપણી પોતાની પૂજા પદ્ધતિ છે, આપણી પોતાની જાતિઓઅને ઉપજાતિઓ છે.આટલા બધા ધર્મ છે.આટલી બધી જીવન જીવવાની પદ્ધતિ છે, બધુ અલગ છે. તેમ છતા અનાદિકાળથી આપણા એકબીજા સાથે જોડાયેલા છીએ.
તેમણે સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જેમ જેમ સમય વીતે છે વિવિધતા વધે છે એક ભાષા અનેક ભાષા બની જાય છે. આ પાકૃતિક ક્રમમાં થાય છે તેમ છતાં આપણે સાથે છીએ. શા માટે કારણ કે આ આપણા સંસ્કાર છે, આ આપણી સંસ્કૃતિ છે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આપણો ડીએનએ એક છે.
આપણે એક છીએ.આ આપણી માતૃભૂમિ છે.આપણા ધાર્મિક સંપ્રદાયો અલગ અલગ છે. પરંતુ ભારતીયો અને બાકીનાં વિશ્ર્વ વચ્ચે આ અંતર ખુબ જ આશ્ચર્યજનક છે. ભાગવતે પ્રસિધ્ધ પદ્મનાભ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.