કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે. 131 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 220 લોકો ગુમ થયા છે. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું.
મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા. આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
- Advertisement -