ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂા. 25,250નો દંડ વસુલાયો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
પાણી ચકાસણી ઝુંબેશ અંતર્ગત ગઈકાલે રાજકોટ મનપા દ્વારા ડાયરેક્ટ પમ્પિંગ અને ફળીયા ધોવા બાબતે રૂા. 25,250ની પેનલ્ટીની વસુલાત, 28 ડાયરેક્ટ પમ્પિંગના કિસ્સાઓ સામે આવ્યા હતા તથા 13 મોટર જપ્ત અને 18 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 6 આસામીઓ ડાયરેક્ટ પમ્પિંગ કરતાં મળી આવ્યા હતા અને 4 ઈલેકટ્રીક મોટર જપ્ત કરવામાં આવી તથા 4ને નોટીસ ફટકારી રૂા. 9000ની પેનલ્ટી વસુલવામાં આવી હતી.
જ્યારે ઈસ્ટ ઝોનમાં રૂા. 11,750ની પેનલ્ટી અને વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં પાંચ આસામીઓને નોટીસ ફટકારી અને રૂા. 4500ની પેનલ્ટી વસુલવામાં આવી હતી.