- રહેવાસીઓ વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓ પર ઉતરી આવ્યા
- કોર્પોરેશન તંત્ર પાણીના પ્રશ્ર્ને ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપો રહેવાસીઓએ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
અંબિકા ટાઉનશીપમાં વર્ષોથી પાણીના પ્રશ્ર્નો જેમના તેમ છે. આ અંગે તંત્રને અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ કોઈ ઉકેલ આવી રહ્યો નથી તેવામાં ફરી એક વાર પાણી વિતરણ સમસ્યાને લઈને અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અંબિકા ટાઉનશીપના રહીશો દ્વારા પાણી આપો- પાણી આપોના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પાણીના પ્રશ્ર્નો અંગે ફરિયાદ કરવામાં આવી હતી. અંબિકા ટાઉનશીપમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી અને વારંવાર કોર્પોરેશનને અપીલ કર્યા બાદ પણ કોઈ ઉકેલ મળતો નથી.
- Advertisement -
આ સમસ્યા પાંચથી છ વર્ષથી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટરો અને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણી પહેલાં અંબિકા ટાઉનશીપના રહીશો આક્રોશમાં આવી પાણી માટે અંબિકા ટાઉનશીપ પાસે આવેલા ફિલ્ડમાર્શલ રોડ પર આવ્યા હતા અને પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા કોર્પોરેશનને અપીલ કરાઈ હતી.
જો પાણીનો પ્રશ્ર્ન વહેલી તકે તંત્ર દ્વારા ઉકેલવામાં નહીં આવે તો રહીશોએ મતદાન બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારી હતી.