7 ડેમોમાં નવા નીરની આવક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના 21 ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં માં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે, જે મુજબ વાછપરી ડેમમાં 50 મી.મી., ગોંડલી ડેમમાં 45 મી.મી., આજી-3 તેમજ ન્યારી -2 ડેમમાં 40 મી.મી., ખોડાપીપર ડેમમાં 35 મી.મી., મોજ ડેમમાં 30 મી.મી., આજી -2 ડેમમાં 26 મી.મી., આજી-1, છાપરવાડી-1 તેમજ લાલાપરી ડેમમાં 25 મી.મી.,ડોંડી, વેરી અને ફાડદંગબેટી ડેમમાં 20 મી.મી., ન્યારી-1 ડેમમાં 18 મી.મી.,વેણું-2 અને છપરવાડી-2 ડેમમાં 15 મી.મી., ઇશ્ર્વરિયા, મોતીસર તેમજ સોડવદર ડેમમાં 10 મી.મી., ફોફળ ડેમમાં 8 મી.મી., ઘેલો સોમનાથ ડેમમાં 5 મી.મી.વરસાદ નોંધાયો છે. વધુમાં, છેલ્લા 24 કલાકમાં વરસાદના લીધે 7 ડેમોમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ખોડપીપર ડેમમાં 1.31 ફુટ, આજી-2 ડેમમાં 0.66 ફુટ, ન્યારી- 1 અને 2 ડેમોમાં 0.33 ફુટ, ગોંડલી અને આજી-3 ડેમમાં 0.16 ફુટ, મોજ ડેમમાં 0.10 ફુટનો ઉંડાઈમાં વધારો નોંધાયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે.