રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ગગનની ગોખેથી અગનગોળા વરસી રહ્યા છે અને તેનાથી માત્ર માનવ જ નહીં પરંતુ પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ, દીપડા, રીંછ સહિતના પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચવા માટે પાણીના ફુવારાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ માટે પાંજરામાં પાણીના પોન્ડ બનાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઝૂના પ્રાણીઓ માટે છાંયડાની વ્યવસ્થા ઉપરાંત કાળઝાળ ગરમીને કારણે તેમને ડીહાઇડ્રેશન ન થાય તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
Follow US
Find US on Social Medias



