સુપ્રમિ કોર્ટના આદેશ પર વારાણસીના જ્ઞાનવાપી પરિસરના સીલ વજૂખાનાની સફાઇની કામગીરી જિલ્લાધિકારી એસ.રાજલિંગમની દેખરેખ હેઠળ આજે સવારથી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વજૂખાનામાં લગભગ 15થી 20 મૃતક માછલીઓ હતી. જેથી મતસ્ય વિભાગની ટીમે તેમને બહાર કાઢી નાખી છે. 20થી 25 જીવિત માછલીઓને મસાજિદ કમિટીના સંયુક્ત સચિવને સોંપી દીધી છે. હવે વજૂખાનાની શેવાળ અને ગંદકી સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વજૂખાનાની સાફ- સફાઇ માટે નગર નિગમે 26 સફાઇ કામદારોની ટીમને કામે લગાડી છે. તેમના સિવાય મત્સ્ય વિભાગ અને પાણી નિગમની ટીમ કામે લાગી છે. આ ટીમ મેજિસ્ટ્રેટની દેખરેખમાં વજૂખાનાની સફાઇનું કામ કરી રહી છે. વજૂખાનાનું સમગ્ર પાણી પંપંના સહાયથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમાં રહેલો શેવાળ અને ગંદકીને સાફ કરીને તેમાં ચુનાનો પાવડર છાંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર, વજૂખાનાની સાફ- સફાઇનું કામ બેથી અઢી કલાકમાં પૂર્ણ થઇ ગયું. વજૂખાનાની સફાઇ દરમ્યાન ત્રણ પંપ લગાવીને પાણી કાઢવામાં આવ્યું છે. સાફ- સફાઇ માટે ફાયર બ્રિગેડની ગાડી આવી પહોંચી હતી.
Cleaning of 'Wazukhana' area of Gyanvapi Mosque starts under strict security arrangements
Read @ANI Story | https://t.co/poZ792BPi6#Wazukhana #gyanvapimosque #Varanasi pic.twitter.com/xofwaKzIIi
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 20, 2024
સુરક્ષા માટે કડક વ્યવસ્થા
જ્યારે, સુરક્ષા તેમજ વાહન વ્યવહારની વ્યવસ્થા માટે શ્રી કાશી વિશઅવનાથ ધામના ગેટ નંબર 4ની બહાર સ્થાનીક પોલીસ, ટ્રાફિક તેમજ પીએસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગેટ નંબર 4 પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં છે. સાફ-સફાઇનું કામ હજુ ચાલુ છે.
જ્ઞાનવાપીમાં માં શ્રૃંગાર ગૌરી કેસના વાદી પક્ષ અને મસાજિદ કમિટીને બે-બે પ્રતિનિધિઓને હાજર રહેવાની મંજૂરી જિલ્લા પ્રશાસનની તરફથી મળી છે.