ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટમાં શનિ-રવિવારના દિવસે સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ અમીન માર્ગ, કાલાવડ રોડ, સંત કબીર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
- Advertisement -
કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે. તંત્રની બેદરકારીને પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ કર્યો છે.
શહેરના રૈયા ગામ અને લાઈટ હાઉસ, KKV ચોક અને ઈન્દિરા સર્કલ પાસેના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. વરસાદને પગલે અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.